Special projects to reduce carbon emissions: હવે ‘લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો’ દ્વારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસ ના ભાગરૂપે શરૂ કરવામાં આવશે વિશેષ પ્રોજેક્ટસ

Special projects to reduce carbon emissions: ગ્લોબલ વોર્મિંગ ને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતતા ફેલાવવા કરવામાં આવી પાંચ કરતાં વધુ પ્રોજેક્ટ કમિટીઓ ની રચના

વડોદરા, 25 જુલાઇઃ Special projects to reduce carbon emissions: પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા તથા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર એવા કાર્બન ઉત્સર્જન ને ઘટાડવા માટે લોકોને સજાગ કરવાના હેતુથી શરૂ કરાયેલા એવા ‘લાયન્સ ક્લબ ઓફ વડોદરા નેટ ઝીરો’ દ્વારા તાજેતરમાં જ ભવિષ્ય ની યોજનાઓ અંગે કાર્યક્રમ તથા ક્લબના મેમ્બર્સ દ્વારા ચર્ચા સત્ર નું આયોજન થયું હતું. આ વિશેષ કાર્યક્રમમાં ક્લબ ચેરમેન લાયન આશુ મનચંદા, રિજનલ ચેરમેન લાયન પરેશ પધારીયા, ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન અશોક જૈન, ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન ડો. રીના ધૂપિયા તથા ક્લબ મેન્ટોર એવા લાયન બંકિમ ધોલકિયા ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો દ્વારા આગામી વર્ષ દરમિયાન થનારા પ્રોજેક્ટ તથા ઇનીસીએટીવ્સ વિશે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર એવા કાર્બન ઉત્સર્જન ને ઘટાડવા વિશેષ પગલાના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટ દીઠ કમિટીઓની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Flash floods in the desert of iran: ઈરાનના રણમાં અચાનક પૂર આવતા ચારે બાજુ પાણી ભરાતા, 22 લોકોના મોત નીપજ્યા

જેમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ના ચેરમેન તરીકે સેકન્ડ વાઇસ પ્રેસિડન્ટ એવા લાયન નિખિલ સુથાર, ટ્રી પ્લાન્ટેશન, બ્લડ ડોનેશન તેમજ ઈ વેસ્ટ મેનેજમેન્ટ ના પ્રોજેક્ટ ચેરમેન તરીકે લાયન ભવ્યભાઈ, વુમન એમ્પાવરમેન્ટ તથા આંગણવાડી અડોપસન ના પ્રોજેક્ટ ચેરમેન તરીકે ક્લબ ચેરમેન લાયન આશુ મનચંદા અને લાયન સલમા રાજ, સર્વિસ એક્ટિવિટી જેમ કે ફૂડ ટુ હંગર, કપડા – રમકડા ડોનેશન ના પ્રોજેક્ટ ચેરમેન તરીકે લાયન ગોપાલી પટેલ, તેમજ વોટર હાર્વેસ્ટિંગ ના પ્રોજેક્ટ ચેરમેન તરીકે ક્લબના ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ એવા લાયન સ્વાતિ ભટ્ટ અને ક્લબ ના ઇમિજીયેટ પાસ્ટ પ્રેસિડન્ટ એવા લાયન સાયના સુંસારા ની વરણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ જાગૃતતા માટે શરૂ કરવામાં આવેલ આ વિશેષ પ્રયાસોથી પાછલા વર્ષે હજારો લોકોને પર્યાવરણથી જાગૃત કરવામાં આવ્યા છે તથા ભવિષ્યની પેઢીઓને એક સ્વચ્છ પર્યાવરણ મળી રહે તેવા વાતાવરણ માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં આ ક્લબ દ્વારા વેસ્ટને રિસાયકલ કરીને તથા લોકોમાં જાગૃતતા ફેલાવીને પર્યાવરણને સંરક્ષિત કરવાનો પ્રયાસ વધુ તેજ કરવા માં આવશે.

આ પણ વાંચોઃ Katrina – Vicky death threats: કેટરિના – વિકી કૌશલને મારી નાખવા આપી ધમકી આપનારાની પોલીસે કરી અટકાયત

Gujarati banner 01