Vandalism of Shiva temple

Vandalism of Shiva temple: આ રાજ્યના શિવમંદિરમાં થઇ તોડફોડ, સ્થાનિક લોકો રોષે ભરાયા- વાંચો વિગત

Vandalism of Shiva temple: લોકોના રોષને ઠંડો પાડવા માટે તરત જ પોલીસે તોડફોડ કરવામાં આવેલી ટાઈલ્સ હટાવીને શિવલિંગ પર બીજી ટાઈલ લગાવી

વારણસી, 25 જુલાઇઃVandalism of Shiva temple: શ્રાવણ મહિનાના બીજા સોમવારની ઉત્તર ભારતમાં ઉજવણી થઈ રહી છે. તેની વચ્ચે વારાણસીના એક ગામમાં શિવ મંદિરમાં તોડફોડના પ્રયાસના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે.

મળતી વિગતો પ્રમાણે આ મંદિરમાં શિવલિંગ પર ભગવાન શંકરની તસવીર વાળી એક ટાઈલ્સ લગાડવામાં આવી હતી. તેને કોઈ અરાજક તત્વે તોડી નાંખી હતી. આ વાતની જાણકારી થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ પોલીસ સમક્ષ નારાજગી વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ Special projects to reduce carbon emissions: હવે ‘લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો’ દ્વારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસ ના ભાગરૂપે શરૂ કરવામાં આવશે વિશેષ પ્રોજેક્ટસ

સ્થાનિક લોકો આ પહેલા જ્યારે મંદિરમાં સફાઈ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમણે શિવલિંગને નુકસાન પહોંચાડાયુ હોવાનુ જોયુ હતુ અને તેમણે તરત જ સરપંચને જાણ કરી હતી.

લોકોના રોષને ઠંડો પાડવા માટે તરત જ પોલીસે તોડફોડ કરવામાં આવેલી ટાઈલ્સ હટાવીને શિવલિંગ પર બીજી ટાઈલ લગાવી હતી.

લોકોનુ કહેવુ હતુ કે, આ ઘટના રાતે બની હતી. જો પોલીસે રાતના સમયે પેટ્રોલિંગ યોગ્ય રીતે કર્યુ હોત તો આ ઘટના ના બની હોત. શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે વાતાવરણ ડહોળવા માટે આ પ્રયાસ કરાયો છે.

નોંધ: અહીં શ્રાવણ મહિનાની વાત અહીં થઇ છે કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય ભારતમાં પૂનમથી શ્રાવણ મહિનો શરુ થયો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Flash floods in the desert of iran: ઈરાનના રણમાં અચાનક પૂર આવતા ચારે બાજુ પાણી ભરાતા, 22 લોકોના મોત નીપજ્યા

Gujarati banner 01