ST Bus Strike

ST Bus Strike: આજ રાતથી ST નિગમના કર્મચારીઓની પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ

ST Bus Strike: આજ રાતથી ST ના થંભી પૈડા જશે કારણ કે કર્મચારીઓનો રોષ છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે

અમદાવાદ, 20 ઓક્ટોબરઃST Bus Strike: મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચેની બેઠકમા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. સાતમાં પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ ન સંતોષાતા એસટી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજ રાતથી ST ના થંભી પૈડા જશે કારણ કે કર્મચારીઓનો રોષ છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. જ્યારે એસટીનાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થુ અપાય છે.

આ પણ વાંચોઃ Amraivadi: લાકડા ગેંગના મુખ્ય સૂત્રધાર વોન્ટેડ આરોપી યોગેશ દ્દદ્દાને પોલીસે મુર્ગો બનાવ્યો, યોગેશ ગુપ્તા ઉર્ફે દ્દદ્દાની ધરપકડ કરતી DCP સ્ક્વોડ

કર્મચારીઓનો રોષ છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. જ્યારે એસટીનાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થુ અપાય છે. એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ પર અડગ છે

સરકારના અન્ય નિગમોને 28 ટકા ડીએ અપાય છે. જ્યારે અમને ફક્ત 12 ટકા જ અપાય છે. વારસદારોને નોકરી પણ અપાતી નથી. 7 માં પગારપંચનું એરિયર્સ પણ ચૂકવાતું નથી. આવા અનેક પ્રશ્નોની અનેકવાર રજુઆત કરી છે પણ કોઈ પરિણામ નથી.

Whatsapp Join Banner Guj