Hardik patel

Summons to hardik patel: ભાજપ નેતા હાર્દિક પટેલને કોર્ટે ઈસ્યુ કર્યું સમન્સ, જાણો શું છે મામલો

Summons to hardik patel: 5 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવા સમન્સ

અમદાવાદ, 26 જાન્યુઆરી: Summons to hardik patel: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી છે. હાર્દિક પટેલ કે જેઓ આ વખતે ભાજપના ધારાસભ્ય વિરમગામથી ચૂંટાયા છે. પટેલ અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સામે કેટલાક કેસો પણ થયા હતા. 

ગ્રામ્ય કોર્ટમાં ચાર્જસીટ થઈ હતી જેમાં 100થી વધુ સાક્ષીઓનો સમાવેશ થયો હતો. 5 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. અમદાવાદ નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલ સામે કોર્ટમાં ચાર્જસીટ દાખલ થઈ હતી. જેમાં 9 લોકો સામે અટકાયત બાદ ગુનો નોંધાયો હતો. 2018માં પોલીસ સાથે ગેરવર્તણુકની પણ ફરીયાદ નોંધાઈ હતી. 

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઈશ્યુ કર્યું છે. ચાર્જશીટ થઈ હતી જેમાં 100થી વધુ પેજની ચાર્જસીટ અનેટ 10થી વધુચ સાક્ષીઓનો સમાવેશ થયો હતો. નિકોલમાં આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલા હાર્દિક સહિતનાની અટકાયત કરાઈ હતી. 

હાર્દિક પટેલની રાજકિય કારકિર્દી ઉતાર ચઢાવ ભરેલી રહી છે. તેમાં પણ ખાસ કરીને હાર્દિક પટેલ અગાઉ પટેલ અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હતા. તેમાં પણ ખાસ કરીને આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાઈ હાર્દિક ભાજપમાં જોડાઈ ધારાસભ્ય બન્યા છે. 

આ પણ વાંચો: Republic day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં કર્યું ધ્વજવંદન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો