CM bhupendra patel

Republic day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં કર્યું ધ્વજવંદન

  • ગુજરાતમાં આ વર્ષે પ્રજાસતાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવી

Republic day 2023: રાજય કક્ષાના પ્રજાસતાક દિને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રત ધ્વજ વંદન કર્યુ

ગાંધીનગર, 26 જાન્યુઆરી: Republic day 2023: દેશ આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે પ્રજાસતાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવી છે. બોટાદ ખાતે રાજય કક્ષાના પ્રજાસતાક દિને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રત ધ્વજ વંદન કર્યુ.

CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી

CM ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યુ હતું કે સૌ નાગરિકોને 74માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા..! આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારોની જાહેરાત

આજે રાજ્ય સહિત દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે આ પર્વની પૂર્વ સંધ્યાએ 412 વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કારમાં 4 મરણોપરાંત સહિત 6 કીર્તિ ચક્રનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત 15 શૌર્ય ચક્ર, 92 સેના પદક, 29 પરમ વિશિષ્ટ સેવા પદક, 52 અતિ વિશિષ્ટ સેવા પદકની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: PCEE inspection with trial run electric locomotive: પ્રથમ વખત ટ્રાયલ રન ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે PCEE નું નિરીક્ષણ પૂર્ણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો