Surat Diamond Bourse

Surat Diamond Bourse inaugurated: ભારતમાં તૈયાર થયું વિશ્વનું સૌથી મોટું ડાયમંડ એક્સચેન્જ, વડાપ્રધાન આવતીકાલે કરશે ઉદ્ઘાટન

Surat Diamond Bourse inaugurated: 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીનમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં

સુરત, 16 ડિસેમ્બરઃ Surat Diamond Bourse inaugurated: ગુજરાતના સુરતમાં વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તેનું ઉદ્ઘાટન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગમાં 175 દેશોના 4,200 વેપારીઓને સમાવવાની ક્ષમતા છે જે પોલિશ્ડ હીરા ખરીદવા સુરત આવશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીનમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે. વેપાર સુવિધા અંદાજે 1.5 લાખ લોકોને રોજગાર પૂરી પાડશે. કારણ કે વિશ્વના ખૂણેખૂણેથી હીરા ખરીદનારાઓને સુરતમાં વેપાર કરવા માટે વૈશ્વિક પ્લેટફૉર્મ મળશે.

5 હજાર કાર્યકરો પીએમનું સ્વાગત કરશે

જણાવી દઈએ કે, સુરત ખાતે પ્રધાનમંત્રીનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વિવિધ 6 પોઈન્ટ ઉપર પ્રધાનમંત્રીનું સ્વાગત કરાશે. 5 હજાર જેટલા કાર્યકરો પીએમનું સ્વાગત કરશે. આ માટે ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી સોંપાઈ છે.

આ પણ વાંચો… Drone Applications New Course: વર્ષ 2024થી કૌશલ્ય યુનિવર્સિટી ડ્રોન એપ્લીકેશનમાં 9 નવા કોર્સ શરૂ કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો