Rain 1

Surat Rain Alert: સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો; ખેડૂતો ખુશખુશાલ…

Surat Rain Alert: કામરેજમાં ૫ ઈંચ તથા પલસાણામાં ૪.૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો

સુરત, 28 જૂનઃ Surat Rain Alert: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મોડી રાત્રીએ જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી હતી. આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં અડધા ઈંચથી લઈને ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સવારના ૬.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય વિગતો જોઈએ તો સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજ તાલુકામાં ૫ ઈંચ તથા પલસાણા તાલુકામાં ૪.૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

કામરેજ તાલુકામાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચથી વધુનો વરસાદ વરસ્યો હતો. જયારે અન્ય તાલુકાઓ પર નજર કરીએ તો સુરત સીટીમાં ૪૦ મી.લી., મહુવામાં ૬૪ મી.લી., ઉમરપાડામાં ૩૦ મી.લી., બારડોલીમાં ૫૦, માંડવીમાં ૮૫ મી.લી., માંગરોળમાં ૨૮ તેમજ ઓલપાડમાં ૧૪ મી.લી. અને ચોર્યાસી તાલુકામાં ૯ મી.મી. નોંધાયો હતો.

મહુવા તાલુકામાં તા.૨૭મીએ ૭.૪૦ વાગે ઉમરા ગામના રહેવાસી સતિષભાઈ પ્રવિણભાઈ નાયકાનું નજીક વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હોવાનું જયારે કામરેજ પરબ ગામે સુનિલભાઈ રાઠોડના ઘરના સિમેન્ટના પતરા તુટી ગયા હોવાનું ડિઝાસ્ટર મામલતદારશ્રીના અહેવાલમાં જણાવાયું છે.

આ પણ વાંચો… Gujarat Govt Decision For Farmers: રાજય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, વાંચો સંપૂર્ણ અહેવાલ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો