0ca34a5f b1ff 4252 8c64 dd27410fbdb9

The business of slaughtering animals: ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નિર્દોષ પશુઓને રોજબરોજ કતલખાને મોકલવાનો ધિકતો ધંધો ફુલ્યો ફાલ્યો

The business of slaughtering animals: કસાઈઓ પોલીસ મસ મોટા મલાઈદાર હપ્તારાજ ચાલતું હોય ત્યારે પોલીસ તંત્ર આંખ આડા કાન ધર્યા

અહેવાલઃ રાકેશ ઓડે

ભિલોડા, 17 એપ્રિલઃ The business of slaughtering animals: સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી નિર્દોષ અબોલા પશુઓને મરણતોલ હાલતમાં રસીઓથી ખીચો-ખીચ બાંધી વાહનો મારફતે બેરોકટોક રીતે કતલખાને ધકેલતા કસાઈઓને જાણે કે લાયસન્સ હોય તેમ કાયદાની ઐસી કી તૈસી કરીને કોઈ પણ પ્રકાર ડર વગર પશુઓને કતલખાતે પહોંચાડવાનો ધિકતો ધંધો ફુલી ફાલી રહ્યો છે.

પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, કસાઈઓ પોલીસ મસ મોટા મલાઈદાર હપ્તારાજ ચાલતું હોય ત્યારે પોલીસ તંત્ર આંખ આડા કાન ધરે છે. અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસાની ચાંદ ટેકરી વિસ્તારમાંથી રાજસ્થાન રાજયના અજમેરના નશીરાબાદમાં ટ્રકોમાં અબોલા નિર્દોષ પશુઓને ભરીને બેરોકટોક મોટાપાયે કારોબાર ધમધમતા જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે.

c7f8b5a4 9c7c 4e01 9ce4 4685703339e8

આ પણ વાંચોઃ 14 month old Google Boy: માત્ર 3 જ મિનિટમાં 26 દેશોના નેશનલ ફ્લેગ ઓળખીને ભારતનો આ દિકરો બન્યો, વિશ્વનો બીજો નાની ઉંમરનો ‘ગૂગલ બોય’
કસાઈઓ ધ્વારા તાજેતરમાં અબોલા 35 પશુઓ ભરેલી ટ્રક કતલખાને લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન જીવદયા પ્રેમીઓએ શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી ટ્રક ઝડપી લીધી હતી.

અબોલા પશુઓને ઈડર પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા હતા. શામળાજી પોલીસ ધ્વારા મોટાપાયે તોડબાજી કરીને કસાઈઓને ગણતરીના કલાકોમાં મુક્ત કર્યા હોવાનું આધારભુત સુત્રો ધ્વારા જાણવા મળેલ છે.

સળગતા સવાલો…

  • કોણ છે રિજવાન નામનો કસાઈ?
  • પોલીસ તંત્રના ઉચ્ચ અધિકાઓના છુપા આશીર્વાદ થી પશુઓને કતલખાને મોકલવાની લાઈન ચલાવી રહ્યો છે.પોલીસ તંત્ર કેમ મુક પ્રેક્ષકની ભૂમિકા ભજવે છે તે જીવદયા પ્રેમીઓને સમજાતું નથી ?
  • નિર્દોષ પશુઓને રોજબરોજ કતલખાને જતા પોલીસ કયારે અટકાવશે ? તે તો હવે આગામી સમય જ બતાવશે ?

આ પણ વાંચોઃ Trading market timing change: આવતીકાલથી બદલાશે ટ્રેડિંગનો સમય, વાંચો RBIએ આપેલી મહત્વની જાણકારી વિશે

Gujarati banner 01