14 month old Google Boy

14 month old Google Boy: માત્ર 3 જ મિનિટમાં 26 દેશોના નેશનલ ફ્લેગ ઓળખીને ભારતનો આ દિકરો બન્યો, વિશ્વનો બીજો નાની ઉંમરનો ‘ગૂગલ બોય’

14 month old Google Boy: યશસ્વી હજુ બોલતા પણ નથી શીખ્યો છંતા બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી, 17 એપ્રિલઃ 14 month old Google Boy: માત્ર 3 જ મિનિટમાં 26 દેશોના નેશનલ ફ્લેગ ઓળખીને યશસ્વી મિશ્રાએ રેકોર્ડ સર્જ્યો છે. આ સાથે જ યશસ્વી દેશનો સૌથી નાનો ઉંમરનો અને વિશ્વનો બીજો ‘ગૂગલ બોય’ બની ગયો છે. યશસ્વીએ માત્ર 14 મહિનાની ઉંમરમાં જ આ કારનામુ કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. હવે યશસ્વી 194 દેશોના નેશનલ ફ્લેગ ઓળખવાનો નવો રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. 

તમને એ જાણીને નવાઈ લાગશે કે, યશસ્વી હજુ બોલતા પણ નથી શીખ્યો. જોકે તે નાની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ સર્જનારો વિશ્વનો પ્રથમ બાળક છે. યશસ્વીના દાદા શિક્ષક છે જ્યારે પિતા PRમાં ધારાશાસ્ત્રી છે.

મૂળે મધ્ય પ્રદેશના રીવા શહેરના રહેવાસી સંજય મિશ્રા અને શિવાની મિશ્રાનો 14 મહિનાનો દીકરો યશસ્વી વિલક્ષણ અને અસાધારણ પ્રતિભા ધરાવે છે. આ પ્રતિભાના કારણે જ યશસ્વી દેશનો સૌથી નાની ઉંમરનો પ્રથમ ગૂગલ બોય બની ગયો છે.  

આ પણ વાંચોઃ Trading market timing change: આવતીકાલથી બદલાશે ટ્રેડિંગનો સમય, વાંચો RBIએ આપેલી મહત્વની જાણકારી વિશે

ગૂગલ બોયના નામથી પ્રખ્યાત કૌટિલ્યએ 4 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારે યશસ્વીએ માત્ર 14 મહિનાની ઉંમરે આ કારનામુ કરી બતાવ્યું છે. તે બાળપણથી જ અદભૂત યાદશક્તિ ધરાવે છે. 

યશસ્વી જ્યારે 6-7 મહિનાનો હતો ત્યારે જ એક વખત દેખાડ્યા બાદ તે વસ્તુને યાદ રાખી લેતો હતો અને ઓળખી જતો હતો. પોતાના આ બાળકની પ્રતિભાને પારખીને સંજય અને શિવાનીએ તેને અમુક દેશોના નેશનલ ફ્લેગ દેખાડ્યા હતા.

યશસ્વી તે ફ્લેગ ઓળખવા લાગ્યો એટલે તેમણે ફ્લેગની સંખ્યા વધારવાનું શરૂ કર્યું હતું. નવાઈની વાત એ છે કે, યશસ્વી માત્ર 11-12 મહિનાની ઉંમરે જ 65 દેશોના નેશનલ ફ્લેગ અને અમુક દેશોની રાજધાની ઓળખવા લાગ્યો હતો. 

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સની ટીમે યશસ્વીને 26 દેશોના નેશનલ ફ્લેગ ઓળખવાની ટાસ્ક આપી હતી. યશસ્વીએ તે ટાસ્ક 3 મિનિટમાં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

આ પણ વાંચોઃ UK PM will visit Gujarat: બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન આવશે ગુજરાતની મુલાકાતે

Gujarati banner 01