JMC Mahila Congress

જામનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાંધણ ગેસની સબસીડી ના મામલે તંત્રને આવેદન પાઠવાયું

JMC Mahila Congress

રિપોર્ટ: જગત રાવલ

જામનગર,૦૪ ઓગસ્ટ: જામનગર શહેરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાંધણ ગેસ ની સબસિડીના મામલે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ત્રણ મહિનાથી સબસીડી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકોના બેન્કખાતામાં જમા કરવામાં આવી નથી, તે તાત્કાલિક જમા કરાવવા માંગણી કરવામાં આવી છે.

JMC Mahila Congress 3


જામનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રંજનબેન આર. ગજેરાની રાહબરી હેઠળ કોર્પોરેટ સહિતની મહિલાઓ દ્વારા આજે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી સીટી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય મા મે, જૂન અને જુલાઈના સમયગાળા દરમિયાન ગેસની એજન્સીઓ દ્વારા ગેસના બાટલાના પૂરેપૂરા પૈસા વસુલ કરવામાં આવે છે, અને સરકાર દ્વારા સબસીડી ગેસના બાટલામાં સરેરાશ રૃપિયા ૧૪૦ થી ૨૦૦ રૂપિયા મળવાપાત્ર રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે છે, જે જમાં કરાવી નથી.

JMC Mahila Congress 2

ગત સપ્ટેમ્બર ૨૦૧૯ માં રૂપિયા ૫૮૫ નો બાટલો મળતો હતો તે જુલાઈ ૨૦૨૦ માં ૭૦૦ ની સપાટીએ પહોંચવા આવ્યો છે. જેથી જનતા ગેસના ભાવ વધારાથી ત્રસ્ત બની ગઈ છે. તેમ કહી વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે. અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.