Tiranga yatra

Tiranga yatra in ahmedabad: અમદાવાદના ઇન્દિરાબ્રિજથી નિકળી તિરંગા યાત્રા, નડાબેટ ખાતે જવાનોનું કરાશે સન્માન

Tiranga yatra in ahmedabad: હર ઘર તિરંગાના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ શહેરના ઇન્દિરાબ્રિજ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી

અમદાવાદ, ૧૨ ઓગસ્ટ: Tiranga yatra in ahmedabad: સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગાના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ શહેરના ઇન્દિરાબ્રિજ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જે સુઇગામ ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક નડાબેટ પહોંચશે.

આ પણ વાંચો: Triple accident in Anand: આણંદમાં ત્રિપલ અકસ્માતમાં 6ના મોત, કારમાં MLAનો જમાઈ લથડીયા ખાતો બહાર નિકળ્યો

દેશ જ્યારે તેની આઝાદીના 75 વર્ષના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ઉજવણી અતંર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ દરમિયાન દરેક દેશવાસીઓ તેમના ઘર, ઓફિસ, સરકારી કચેરીઓ, સહિતના સ્થળો પર તિરંગો લહેરાવે તેવુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યુ છે.

જે અંતર્ગત ઇન્દિરાબ્રિજ ખાતેથી સિવિલ ડિફેન્સના કેડરો સહિત આશરે 150થી વધુ લોકો 42 ગાડીઓમાં સવાર થઇ સુઇગામ બોર્ડર સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. રઘુનાથ સ્કૂલના પ્રિન્સિપાલ મહેન્દ્ર યાદવ દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.

અમદાવાદથી નિકળેલી તિરંગા યાત્રા નડાબેટ પહોંચી સીમા પર દેશની રક્ષા માટે ફરજ બજાવતા જવાનોને સિવિલ ડિફેન્સના મહિલા ચીફ રંજીતા કૌર દ્વારા ધ્વજ અર્પણ કરવામાં આવશે. નોંધનિય છે કે, દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 13થી 15 ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરિકો પોતપોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ, પર તિરંગો લહેરાવે તે અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ રહી છે.

Gujarati banner 01