Anand car accident

Triple accident in Anand: આણંદમાં ત્રિપલ અકસ્માતમાં 6ના મોત, કારમાં MLAનો જમાઈ લથડીયા ખાતો બહાર નિકળ્યો

Triple accident in Anand: આ મામલે ધારાસભ્યના જમાઈ લથડીયા ખાતા બહાર નિકળ્યા હતા તે મામલે કોની બેદરકારી છે એ પણ તપાસવામાં આવશે. 

અમદાવાદ , 12 ઓગસ્ટ: Triple accident in Anand: આણંદ અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે. જેમાં ત્રિપલ અકસ્માત સર્જાતા એમ.એલ.એ. ગુજરાતની નંબર પ્લેટ મળી આવી છે. આ ગાડીમાંથી કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ લથડીયા ખાતા બહાર નિકળતા અનેક સવાલો પણ આ મામલે થયા છે.  

ગુજરાતમાં છાસવારે ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે. ત્યારે આણંદમાં પણ આ ગોઝારો આકસ્માત થયો છે. આણંદના સોજીત્રા પાસેના ડાલી ગામમાં કાર, બાઈક અને રીક્ષા વચ્ચે આ આકસ્માત સર્જાતા 6ના લોકો મોતને ભેટ્યા છે. 

આ ગાડીમાં એમએલએ લખેલું બોર્ડ મળી આવ્યું છે અને ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢીયાર વીડિયોમાં લથડીયા ખાતા બહાર નિકળ્યા હોવાનું એક વીડિયોમાં સામે આવી રહ્યું છે. આ ઘટના ગંભીર છે. કેમ કે, ટક્કર એટલી જોરદાર વાગી હતી જેના કારણે મૃત્યુની ચીચિયારીઓ ગૂંજી હતી. અત્યારે મૃતકોના મૃતદેહો સોજીત્રા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોટમ માટે ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચો..Importance of Rakshabandhan: શું ખરેખર રાખડી બાંધીને કોઇની રક્ષા થઈ શકે?

આ અકસ્માતની અંદર 6 લોકોના મોત થતા એમએલએના જમાઈને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અત્યારે  રક્ષાબંધન સહીતની તહેવારોનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યાકે આ ખુશીનો અવસર માતમમાં ફેરવાઈ ગયો છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતા જ સોજીત્રા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાયદાકીય પ્રક્રીયા હાથ ધરી હતી. આ મામલે ધારાસભ્યના જમાઈ લથડીયા ખાતા બહાર નિકળ્યા હતા તે મામલે કોની બેદરકારી છે એ પણ તપાસવામાં આવશે. 

Gujarati banner 01