Tobacco Holi Program

Tobacco Holi Program: સુરતમાં પોલીસ અને કતારગામ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ટોબેકો હોળી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

Tobacco Holi Program: સુરતમાં પોલીસ અને કતારગામ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ટોબેકો હોળી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

સુરત, 31 મેઃ Tobacco Holi Program: આજ નો દિવસ 31મી વિશ્વ ટોબેકો નિષેધ દિવસ વિશ્વભરમાં ઉજવાય છે ત્યાં સુરતમાં ઉજવણી કરવામાં આવી સુરત શહેરના વેડરોડ સ્વામનારાયણ ગુરુકુળમાં હાય રે તમાકુ, મે તને રાખી, તે મને ન રાખ્યો, જેવા બેનરો સાથે યોજાયેલ વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રભુ સ્વામીએ કહ્યું હતુ કે ભારતમાં 44 કરોડ કિલો તમાકુનું ઉત્પાદન થાય છે. તેમાં 30 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે, લોકો એક અથવા બીજી રીતે આ તમાકુનો ઉપયોગ કરતા હોય છે. તેમાં 60 ટકા પુરુષો અને 30 ટકા મહિલાઓનો ભાગ હોય છે.

આ પણ વાંચોઃ S.Jaishankar on a visit to Vadodara: વિદેશમંત્રી એસ.જયશંકરએ વડોદરા શહેર શી ટીમ કચેરીની મુલાકાત લીધી

વિશ્વમાં દર વર્ષે ત્રણ કરોડ લોકો મોતને ઘાટ ઉતરે છે. તે પૈકી દસ ટકા એટલે 33 લાખ લોકો તમાકુના ધ્રુમપાનથી મૃત્યુને ભેટે છે. આમ લોકો તમાકુ થી દુર રહે તે માટે ઠેર ઠેર પ્રયાસો કરવામાં આવે છે કારણ કે દુનિયામાં જેટલા મૃત્યુ થાય છે તેમાં ખુનથી 40 ગણા આત્મહત્યાથી 30 ગણા અને ડાયાબિટીસથી 18 ગણા મૃત્યુ તમાકુના સેવનથી થાય છે.

સાથે આ કાર્યક્રમમાં સુરત પોલીસ પણ સહભાગી બની હતી. જેમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર આર.આર. આહીરે બીડી, સિગારેટ તમાકુ, ગુટખા, માવા વગેરેના સેવનથી માણસને અગ્નિદાહ દેવો પડે તે પહેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બીડી. સિગારેટ ગુટખા વગેરેને અગ્નિદાહ આપી જીવનમાંથી પણ દૈત્યને સદાને માટે તિલાજંલી આપવાની શીખ આપી હતી. તમાકુની આડઅસર કેટલી થાય તે બીમારી થયા બાદ જ ખ્યાલ આવે કે કેટલું મોટું નુકસાન કારક છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Shot the teacher at school: કાશ્મીરમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષકાને ગોળી મારી, 20 દિવસમાં બીજી ઘટના

Gujarati banner 01