tocilimizab

રાજકોટમાં ટોસિલિઝુમેબ(tocilizumab injection) કૌભાંડના કાળાબજારી કિસ્સામાં ભાજપીના આ નેતાનું નામ આવ્યું સામે- વાંચો શું છે મામલો

રાજકોટ,14 એપ્રિલઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન(tocilizumab injection)ની કાળાબજારીના કિસ્સા અત્યાર સુધી આવતા હતા. ત્યાં હવે ઈન્જેક્શનના કૌભાંડના કિસ્સા આવી રહ્યાં છે. રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસે મયૂર નામના શખ્સની અટકાયત કરી છે. આ શખ્સ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન(tocilizumab injection) આપી દીધાનું કહી કોરોના દર્દીના પરિવારજન પાસે થી રૂ. 45 હજાર પડાવતો હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ તપાસમાં ભાજપ અગ્રણી સંજય ગોસ્વામીનું નામ પણ ખૂલ્યું છે. બંન્ને શખ્સો ઇન્જેક્શન આપ્યા વગર રૂ. 42 થી 45 હજાર રૂપિયા દર્દીના પરિવારજનો પાસેથી લેતા હોવાનું ખૂલ્યું છે. બંનેએ દર્દીના પરિવારજનોને મેસેજ અને ફોન કરી રૂપિયાની માંગણી કરી હતી. તો ભાજપ અગ્રણી સંજય ગૌસ્વામી હજી પોલીસ પકડથી દૂર છે.

Whatsapp Join Banner Guj

સિવિલમાં દાખલ કરાયેલી એક મહિલા દર્દીને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની જરૂર હતી. ત્યારે મહિલાના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે, તમારા દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન(tocilizumab injection) આપવાની જરૂર છે અને તે માટે રૂ.42 હજારથી 45 હજાર સુધીનો ખર્ચ થશે, જો તમારાથી વ્યવસ્થા ન થાય તો અમારા સંપર્કથી અમે વ્યવસ્થા કરી આપીશું. ત્યારે જીવ બચાવવા પરિવારના સભ્યો ઈન્જેક્શન ખરીદવા તૈયાર થયા હતા. પરંતું મંગળવારે દર્દીના સ્વજનો પર ફોન આવ્યો હતો કે, તમારા સંબંધીને બોટલમાં ઈન્જેક્શન અપાઈ ગયા છે, તેથી રૂપિયા આપી દેજો. પરંતુ આ મેસેજથી સંબંધીને શંકા ગઈ હતી. તેથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાં ઈન્જેક્શનનું કૌભાંડ પકડાયું છે. 

ADVT Dental Titanium

ટોસિલિઝુમેબ(tocilizumab injection) સ્વજનોને જાણ કર્યા વગર કેવી રીતે સીધેસીધુ આપવામાં આવ્યું, તે અંગે સંબંધીએ પૂછપરછ કરી હીત. જેમા દર્દીને આવુ કોઈ ઈન્જેક્શન(tocilizumab injection) આપવામાં આવ્યું નથી તેવુ જાણવા મળ્યું હતું. દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં ફરજ પર રહેલા કલેક્ટર તંત્રના કર્મચારીઓ અને પોલીસને જાણ કરતાં આવા તત્ત્વોને પકડવા માટે પ્લાન ઘડ્યો હતો. દર્દીના સંબંધીએ ઇન્જેક્શનના રૂ.45 હજાર લઇ જવા માટે ફોન આવ્યો હતો તે નંબર પર ફોન કર્યો હતો અને પૈસા લેવા ટ્રોમા સેન્ટર પાસે આવવાનું કહ્યું હતું, બીજીબાજુ પોલીસ ખાનગી ડ્રેસમાં ટ્રોમા સેન્ટર પાસે ગોઠવાઇ ગઇ હતી. ફોન કરનાર શખ્સ આવતાં જ પોલીસે તેને ઉઠાવી લીધો હતો. પોલીસ સકંજામાં આખરે મયુર નામનો શખ્સ આવ્યો છે. મયૂરે પોલીસ પૂછપરછમાં કહ્યું કે, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સાથે મળીને દર્દીના સંબંધીને ઇન્જેક્શન માટે મેસેજ અને ફોન કર્યો હતો અને ઇન્જેક્શન(tocilizumab injection) આપ્યા વગર જ પૈસા મેળવવા માટે મેસેજ અને ફોન કર્યો હતો.

આ પણ વાંચો….

Corona Update: દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 1.84 લાખથી વધુ કેસ અને 1027ના મોત