CNG Price increase for vehicles

CNG Price Hike : અદાણીએ CNGના ભાવમાં ફરી એકવાર વધારો, આજથી નવો ભાવ લાગુ-જાણો નવા ભાવ વિશે…

CNG Price Hike : ડિસેમ્બરમાં કરાયેલા ભાવ વધારા બાદ અઢી મહિનામાં જ ફરી વધારો કરાયો છે

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ CNG Price Hike: નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ નવા વર્ષમાં CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અમદાવાદમાં  CNG ના ભાવમાં ફરી એકવાર 1 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ડિસેમ્બરમાં કરાયેલા ભાવ વધારા બાદ અઢી મહિનામાં જ ફરી વધારો કરાયો છે. આ નવો ભાવ વધારો આજથી લાગુ પડશે. 

આ પણ વાંચોઃ Guru Pushya Nakshatra 2024: આજે ગુરુ પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ, આજના દિવસે કરો આ ખાસ ઉપાય અને શુભ મુહૂર્ત

પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સીએનજી ગેસના ભાવમાં એટલો વધારો થયો કે છે કે તમે અંદાજ પણ માંડી નહિ શકો.

અદાણી દ્વારા CNG ના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામા આવ્યો છે. જેથી અમદાવાદમાં CNG નો ભાવ 78.59 રૂપિયા થયો છે. CNG ના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાને પગલે રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. તો સાથે જ આ મોંઘવારી રીક્ષામાં સવારી કરતા મુસાફરોની પણ સીધી રીતે અસર કરશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો