Winter in Gujarat

Today Weather Update: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી, ઠંડી વધશે – બેવડી ઋતુનો અનુભવ થશે

Today Weather Update: અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે.

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ Today Weather Update: આજથી રાજ્યના ભાગોમાં ઠંડીના નવા રાઉન્ડની શરુઆત થઇ જશે. ઉતર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે. બનાસકાંઠા મહેસાણામાં ઠંડીની અસર વધુ અનુભવાશે. ઘણા ભાગમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી થવાની શક્યતા રહેશે. રાત્રી અને વહેલી સવારે લઘુતમ તાપમાન નીચુ જઈ શકે.

ગુજરાતમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે.

આ પણ વાંચોઃ CNG Price Hike : અદાણીએ CNGના ભાવમાં ફરી એકવાર વધારો, આજથી નવો ભાવ લાગુ-જાણો નવા ભાવ વિશે…

આગાહી મુજબ, કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ 15થી 20 પ્રતિકલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની રહેશે. આ કારણે ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી એ વાત તો સાચી છે. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બનાસકાંઠાના થરાદ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું. મોડી સાંજ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો