Indian Army rescues tourist

Indian Army rescues tourist: ભારતીય સેનાએ સિક્કિમમાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 લોકોનો જીવ બચાવ્યો- વાંચો વિગત

Indian Army rescues tourist: પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ બચાવ્યા

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ Indian Army rescues tourist: ભારતીય સેનાના જવાનોએ બુધવારે સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર નાથુલામાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 કરતા પણ વધારે પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. સેનાના નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ બચાવ્યા હતા.

આ પણ વાંચોઃ Today Weather Update: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી, ઠંડી વધશે – બેવડી ઋતુનો અનુભવ થશે

આ ઉપરાંત તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી.  સેનાએ પ્રવાસીઓને ગરમ ખોરાક અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. નોંધનીય છે કે ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા. 

ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની રક્ષા કરતી વખતે નાગરિકોને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. આ બચાવ કામગીરી રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની સુખાકારી બંને માટે ભારતીય સેનાના સમર્પણને પ્રકાશિત કરે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો