2a110e85 b9e0 4651 9ba6 9c17d66492dc 2060x1236 1

ઉત્તરાયણ પર પ્રતિબંધ પર વેપારીઓનો વિરોધઃ પતંગ વેચનારા લોકોની આજીવિકા વિશે વિચારવા કોર્ટમાં અરજી

2a110e85 b9e0 4651 9ba6 9c17d66492dc 2060x1236 1

ગાંધીનગર, 08 જાન્યુઆરીઃ કોરોના કહેર વધવાના કારણે સરકારે કોવિડ 19ની ગાઇડલાઇન હેઠળ ઉત્તરાયણ પર પ્રતિબંધ પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે કરાયેલી અરજીનો વિરોધ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ધ ગુજરાત પતંગ મેનુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઈ છે.

2a110e85 b9e0 4651 9ba6 9c17d66492dc 2060x1236 1

આ અરજી અનુસાર, હાઈકોર્ટમાં વેપારી એસોસિએશનને પણ સાંભળવામાં આવે. પતંગ વેચનાર લોકો ગરીબ છે અને પતંગ ઉદ્યોગથી તેમની આજીવીકા ચાલી રહી છે.ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવા અને વેચવા પર પ્રતિબંધની માંગ સાથે કરાયેલી અરજીમાં એમને પક્ષકાર બનાવવામાં આવ્યા નથી. જેથી અમને પણ સાંભળવામાં આવે.

આ પણ વાંચો…

કોવિડ કોલર ટ્યૂનમાં અમિતાભ બચ્ચનના અવાજ દૂર કરવાની માંગ, દિલ્હી હાઇકોર્ટમાં અરજી