Triranga yatra in ambaji

Triranga yatra in ambaji: અંબાજી થી નડાબેટ સુધી ની 1551 ફૂટ લાંબા તિંરગા ધ્વજ સાથે આ તિરંગા યાત્રા નું શુભારંભ કરાયું

Triranga yatra in ambaji: અંબાજી ના માર્ગો ઉપર પસાર થતા લોકો એ પણ પુષ્પ વર્ષા કરી તિંરગા યાત્રા નું સ્વાગત કર્યુ

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 07 ઓગષ્ટઃ Triranga yatra in ambaji: ભારતદેશ ની આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર ને લઈ દેશ ભર માં આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત ગામે ગામ દેશભક્તિ નો માહોલ સર્જાયો છે સાથે હર ઘર તિરંગા ની બાબત ને લઈ લોકો માં પણ દેશપ્રેમ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજી થી નડાબેટ સુધી ની તિરંગા નું આયોજન હાથ ધરાયુ છે.

જેને લઈ ગુજરાત રાજ્યમંત્રી કીર્તીસિહ વાઘેલા,સાંસદ પરબતભાઈ પટેલ,બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ પુર્વ ઘારાસભ્યો સહીત બનાસકાંઠા જિલ્લા ના ભાજપા પદાધિકારીઓ ઉપસ્તીથ રહી યાત્રાને નડાબેટ માટે પ્રસ્થાન કરાવી હતી.

1646d03b cadc 4f71 8186 d812344c0b39

આ પણ વાંચોઃ 2 top islamic jihad commander killed: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ ઈસ્લામિક જેહાદના બે ટોચના કમાન્ડરના મોત

e664b527 ef8f 4148 92e9 8e72c761f61f

આજે અંબાજી થી નડાબેટ સુધી ની 1551 ફૂટ લાંબા તિંરગા ધ્વજ સાથે આ તિરંગા યાત્રા નું શુભારંભ કરાયું હતું એટલુંજ નહીં આ યાત્રા અંબાજી ના માર્ગો ઉપર પસાર થતા લોકો એ પણ પુષ્પ વર્શા કરી તિંરગા યાત્રા નું સ્વાગત કરતા જોવા મળ્યા હતા અંબાજી થી નીકળેલી આ યાત્રા ભારત પાકિસ્તાન ની સરહદે આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતા ના મંદિરે પૂર્ણ કરવામાં આવશે.

જ્યારે 1551 ફૂટ લાંબા તિંરગા ધ્વજ યાત્રા નુ મુખ્ય આકર્ષણ રહ્યુ હતુ. ગુમાનસિહજી ચૌહાણ(પ્રમુખ જીલ્લા ભાજપા) બનાસકાંઠાએ જણાવ્યુ હતુ કે ભારતદેશ ની આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છેત્યારે લોકો માં દેશભાવના જાગે તેમજ સદ્ ગતી પામેલા વિર જવાનોમે યાદ કરતા રહે તેમાટે આ આયોજન કરાયુ હતુ.

આ પણ વાંચોઃ PM message to bronze medalist Pooja: બ્રોન્ઝ મેડલ જિત્યા બાદ પૂજાએ દેશની માફી માંગી તો પીએમ મોદીએ આપ્યો આ જવાબ- વાંચો વિગત

આ પણ વાંચોઃ More than 400 cattle dead: આ રાજ્યમાં લમ્પી સ્કિન ડિસીસના કારણે અત્યાર સુધીમાં 400થી વધુ પશુઓના મોત

Gujarati banner 01