Kankaria Lake Thumbnail

BIG NEWS: કોરોનાના કેસ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય, તમામ પાર્ક અને ગાર્ડનને આવતીકાલથી વાગશે તાળા- અગામી આદેશ સુધી રહેશે બંધ

BIG NEWS

અમદાવાદ, 17 માર્ચઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની સ્થિતિ ગત વર્ષે માર્ચ મહિનામાં હતી તેવી જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય(BIG NEWS) લીધો છે. આવતી કાલ એટલે કે 18 તારીખથી તમામ પાર્ક અને ગાર્ડનને બંધ રહેશે. સરકાર દ્વારા અગામી આદેશ ન મળે ત્યાં સુધી તમામ ગાર્ડન બંધ રાખવામાં આવશે.

ADVT Dental Titanium

મંગળવારે નવા 241 કોરોનાના કેસ નોંધાયા છે.ઉપરાંત બે સંક્રમિત દર્દીઓના મોત થયા છે.શહેરમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં કોરોનાના કુલ 446 કેસ નોંધાયા છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ 60992 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે. હાલમાં શહેરમાં કોરોનાના કુલ 587 એકિટવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો..

Big Breaking: જામનગરના ચકચારી કિરીટ જોશી હત્યાંકાંડના 3 આરોપીઓની કલકત્તા જઇને ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, તો એક આરોપી લંડનમાંથી ઝડપાયો