Valinath Mahadev

Valinath Mahadev: PM મોદી મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરમાં કરી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા

Valinath Mahadev: પ્રધાનમંત્રીની મહાશિવલિંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરીથી માહોલ ભક્તિમય બન્યો છે

મહેસાણા, 22 ફેબ્રુઆરીઃ Valinath Mahadev: અમદાવાદથી PM મોદી સીધા મહેસાણાના વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચ્યા છે. ખુલ્લી જીપમાં લોકોનુ અભિવાદન ઝીલતા પીએમ મોદી મંદિર સુધી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીની મહાશિવલિંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરીથી માહોલ ભક્તિમય બન્યો છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થયા છે. 

આ પણ વાંચોઃ PM Modi Gujarat Tour: આજથી PM નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું છે આજનો કાર્યક્રમ?

મહેસાણાના વિસનગર તાલુકાના ગામ તરભમાં લોકોના આસ્થાનું પ્રતીક સમા શ્રી વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. આજથી લગભગ 900 વર્ષ પહેલાં હાલની જગ્યા ઉપર વિરમગીરીજી બાપુનું આગમન થયેલું. પૂજ્ય શ્રી વિરમગીરીજી બાપુ મૂળ રબારી જ્ઞાતિના હતા. તેઓ ઉત્તર ગુજરાતમાં લોકોમાં પરસ્પર પ્રેમ ભક્તિ અને ધાર્મિક શ્રધ્ધા જાગૃત કરી રહ્યા હતા. આ ભવ્ય શિવમંદિર આશરે 40 કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચામાં બનીને તૈયાર કરાયું છે.

વાળીનાથ ધામમાં આવેલ પૌરાણિક મંદિર અને આશ્રમ 900 વર્ષથી અડીખમ ઊભેલી રાયણ અને તેની નીચે આવેલ અખંડ ધૂણીનો આગવો મહિમા રહેલો છે અને લોકો તેનામાં ખાસ આસ્થા ધરાવે છે. આશરે 250 થી 300 એકરમાં ફેલાયેલા વાળીનાથ ધામમાં ભવ્ય ગૌશાળા અને અશ્વ શાળા આવેલી છે. જેના ઇતિહાસમાં ગૌશાળા લાડકી વાછરડીના વંશજ અને અશ્વશાલા રેમી ઘોડીના વંશજ છે, જે વાળીનાથ ધામમાં ખૂબ પૂજનીય છે.

ઉલ્લેખનીય છે કે,અહીં મંદિરમાં ભગવાનના શિવના નામની વાત કરીએ તો એક દંતકથા મુજબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રચતા ત્યારે ભગવાન શિવ ગોપીના સ્વરૂપમાં રાસલીલામાં ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને તેમના નાક કે કાનમાં પહેરેલ વાળીના લીધે તેમના સ્વરૂપને ઓળખી લીધા હતા. ત્યારે ભગવાન શિવનું નામ વાળીનાથ તરીકે ઓળખાયું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો