flight

Excise On ATF: ભારતીયો માટે વિદેશ જવું થશે સસ્તુ, સરકારે કરી આ જાહેરાત- વાંચો વિગત

Excise On ATF: નાણા મંત્રાલયે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરતી ડોમેસ્ટિક એરલાઇન્સને તેલ માર્કેટિંગ કંપનીઓથી વિમાન ઇંધણ એટલે કે ATF ની ખરીદી પર 11 ટકા બેઝિક એક્સાઈઝ ડ્યુટીથી રાહત આપવામાં આવે છે

નવી દિલ્હી, 09 જુલાઇઃ Excise On ATF: વિદેશ જતા ભારતીયો માટે ખુશીના સમાચાર છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સથી મુસાફરી કરવું હવે સરળ બનશે. નાણા મંત્રાલયે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરતી ડોમેસ્ટિક એરલાઇન્સને તેલ માર્કેટિંગ કંપનીઓથી વિમાન ઇંધણ એટલે કે ATF ની ખરીદી પર 11 ટકા બેઝિક એક્સાઈઝ ડ્યુટીથી રાહત આપવામાં આવે છે. એટલે કે હવે ATF પર એક્સાઈઝ ડ્યૂટી લાગશે નહીં.

મંત્રાલયે તેની જાણકારી આપી છે. મંત્રાલયે તેના એક નોટિફિકેશનમાં કહ્યું કે, ડોમેસ્ટિક એરલાઇન્સને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સના સંચાલન માટે વેચવામાં આવતા ATF પર બેઝિક એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે નહીં. આ નિર્ણય 1 જુલાઈ 2022 થી લાગુ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે ગત એક જુલાઈના વિમાન ઇંધણની આયાત પર 6 રૂપિયા પ્રતિ લિટરના દરથી વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ સંદેશ હતો કે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સના સંચાલન કરતી ડોમેસ્ટિક એરલાઇન્સ પર આ ફી લાગુ થશે નહીં. પરંતુ હવે સરકારે સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો: RBI governor statement: RBI ગવર્નરે આપી નવી આશા, કહ્યું- મોંઘવારીથી જલદી રાહત મળશે, મંદીની આશંકા પણ ઘટશે- વાંચો વધુમાં શું કહ્યું?

જોકે, તેલ માર્કેટિંગ કંપનીઓએ આ અભિપ્રાય આપ્યો હતો કે એટીએફની આયાત પર એક્સાઈઝ ડ્યૂટી લગાવ્યા બાદ ઇન્ટરનેશનલ ફ્લાઈટવાળી ડોમેસ્ટિક એરલાઈન્સને 11 ટકાના દરથી બેઝિક એક્સાઈઝ ડ્યૂટી આપવી પડશે. પરંતુ નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે ડોમેસ્ટિક એરલાઈન્સ પર આ એક્સાઈઝ ડ્યૂટી લાગુ થશે નહીં. તમને જણાવી દઈએ કે, આ વ્યવસ્થા વિદેશી એરલાઈન્સને એક્સાઈઝ ડ્યૂટીમાં આપવામાં આવતી છૂટને અનુરૂપ હશે.

સરકારના આ નિર્ણય પર એરલાઈન્સ ઇન્ડસ્ટ્રીમાં ખુશી છે. કેપીએમજીના ટેક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું- વિદેશ જતા વિમાનના વિમાન ઇંધણ પર એક્સાઈઝ ડ્યૂટી લાગુ થવાથી સરકારે રાહત આપી છે. આ એરલાઈન્સ ઇન્ડસ્ટ્રી માટે એક સ્વાગત-યોગ્ય પગલું છે.

આ પણ વાંચોઃ Kapil dev statement on virat: દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે વિરાટ કોહલી માટે આપ્યુ મોટુ નિવેદન, કહ્યું- કોહલીને ટી-20 ટીમમાંથી બહાર કરવો જોઈએ

Gujarati banner 01