તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર વધુ એક દિવસ વેક્સીનેશન(Vaccination)ની કામગીરી કરી સ્થગિત

Vaccination: વાવાઝોડાને લઇને ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક દિવસ વેક્સીનેશનની કામગીરીને સ્થગિત રાખવામાં આવી છે

ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડાથી ઘણુ નુકસાન થયું છે. જેના કારણે તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર દ્વારા બે દિવસ વેક્સીનેશનની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ વાવાઝોડાને લઇને ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક દિવસ વેક્સીનેશનની (Vaccination) કામગીરીને સ્થગિત રાખવામાં આવી છે.

Vaccination

ઉલ્લેખનીય છે કે, તૌક્તે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાતમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશન(Vaccination)ની કામગીરી સ્થગિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

Vaccination

સરકારે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ બૂથમાં વેક્સિનેશન(Vaccination)ની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો..

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેજ એલર્ટ(orange alert)- વાંચો સંપૂર્ણ વિગત