Vadodara Ayurveda Branch Training Camps: વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા શહેર જિલ્લાની 690 આશા – એએનએમ બહેનો માટે આજથી તબક્કાવાર 23 તાલીમ શિબિરો યોજાશે

Vadodara Ayurveda Branch Training Camps: આ તાલીમથી નેશનલ આયુષ મિશનના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ આયુષ અને આરોગ્યની પ્રવૃતિને વધુ વેગ મળશે

  • તાલીમ દરમ્યાન વિવિધ આઠ જેટલા વિષયો પર પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવશે

વડોદરા: ૨૫ જુલાઈ: Vadodara Ayurveda Branch Training Camps: ભારત સરકારના આયુષ મંત્રાલયના નેશનલ આયુષ મિશન અનુદાનિત તેમજ નિયામક, આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા ૬૯૦ આશા – એએનએમ બહેનો માટે તબક્કા વાર ૨૩ જેટલી તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨૬ જુલાઈ થી ૧૨ ઓગસ્ટ સુધી વડોદરા શહેરના સરકારી આર્યુવેદ દવાખાના (Vadodara Ayurveda Branch Training Camps) રાવપુરા,વાડી,સયાજીગંજ, જમના બાઈ હોસ્પિટલ (મોબાઇલ યુનિટ) તેમજ વડોદરા જિલ્લાના વડોદરા અને પાદરા તાલુકાના સાંકરદા, એકલબારા, મુવાલ, તિથોરની તાલીમ નર્સિંગ કોલેજ વડોદરા ખાતે યોજાશે.

यह भी पढ़ें…..Police Training School: રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ પોલીસ તાલીમ શાળા ખાતે ઘોડીયાઘરનો પ્રારંભ કરાવ્યો

Vadodara Ayurveda Branch Training Camps: ડભોઈ તાલુકાના ભિલાપુર, મોટા હબીપુરા, નડાની તાલીમ સાયન્સ કોલેજ ડભોઇ ખાતે તથા શિનોર તાલુકાના મોટકરાળા, મોટા ફોફળીયા ની તાલીમ સામુહિક આરોગ્ય કેન્દ્ર ,મોટા ફોફળિયા ખાતે, તેમજ કરજણ અને વડોદરા તાલુકાના કંડારી, ઈંટોલાની તાલીમ કંડારી હાઇસ્કૂલ ખાતે, સાવલી તાલુકાના વાંકાનેર, છાંલીયેર, ખાખરીયા, મેવલી, ગાંગડીયાની તાલીમ કે. જે.આઇ.ટી સાવલી, વાઘોડિયા તાલુકાના વસવેલ, આમોદરની બી.આર.સી તાલીમ ટ્રેનીંગ સેન્ટર વાઘોડિયા ખાતે યોજવામાં આવી છે.

यह भी पढ़ें…..kitchen garden: ચોમાસાની સીઝનમાં તમારા કિચન ગાર્ડનને કંઈક આ રીતે સજાવો…

તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય બહેનોને માર્ગદર્શન આપી તેમના દ્વારા આયુર્વેદના સિદ્ધાંતોને લોકો સુધી લઈ જવા તેમજ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે, રોગ સંક્રમણ ફેલાતું અટકે તેમજ તેમના સ્વાસ્થય અને સુખાકારી જળવાઈ રહે તે છે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીએ જણાવ્યું છે કે આ તાલીમથી આયુષ ના નેશનલ આયુષ મિશનના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ આયુષ અને આરોગ્યની પ્રવૃતિને વધુ વેગ મળશે.

આ બે દિવસીય (Vadodara Ayurveda Branch Training Camps) તાલીમમાં ૩૦ આશા – એએનએમ બહેનો ભાગ લેશે.તાલીમ દરમ્યાન યોગ,આયુર્વેદોક્ત સ્વસ્થ જીવનશૈલી – દિનચર્યા, ઋતુચર્યા, આહાર વિહાર, આસપાસની ઔષધી અને તેના ઉપયોગો, સામાન્ય બીમારીના નિયંત્રણ માં ઘરઘથ્થુ ઉપચાર, યોગાસન અને પ્રાણાયામ દ્વારા મધુમેહ અને અન્ય બીમારીનું નિયંત્રણ જેવા વિવિધ વિષયો ઉપર ૧૦ જેટલા રિસોર્સ પર્સન દ્વારા પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ તાલીમમાં રિસોર્સ પર્સન તરીકે વૈદ્ય સારીકા જૈન, વૈદ્ય આશુતોષ પંડ્યા, વૈદ્ય શિલ્પા સાવલિયા, વૈદ્ય મિન્ટુ જાદવ, વૈદ્ય કૈલાશ વસાવા, વૈદ્ય પ્રિયંકા પંડ્યા, વૈદ્ય તેજસ ચાવડા, વૈદ્ય કિરણ છાત્રોડીયા, વૈદ્ય જીગર નરસાણા, વૈદ્ય દેવાંશી પંડ્યા માર્ગદર્શન આપશે. આ તાલીમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ના નિયંત્રણ હેઠળ આવેલ દવાખાનાની નજીક ના પી.એચ.સી,સી.એચ.સીના આશા – એએનએમ બહેનોને તાલીમ આપવામાં આવશે. આ બહેનોને તાલીમ અંતર્ગત બુકલેટ, બ્રોશર, કીટ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવનાર છે.