Vadodara police meeting pradipsinh jadeja

Vadodara police sanman: ટીમ વડોદરા પોલીસે કોરોનામાં સંવેદનાપૂર્ણ સેવાઓ આપી અને ગુનાઓને નિયંત્રણમાં રાખવામાં પણ ઉત્તમ કામગીરી કરી: ગૃહ રાજ્ય મંત્રી

Vadodara police sanman: વડોદરા શહેરને ચાર નવા પોલીસ મથક અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ વધુ ૬૫૦ સી.સી.ટીવી કેમેરા મળશે: ૩૬૩ નું મહેકમ વધશે અને ૩૩ બોલેરો અને ૫૨ મોટર સાયકલ સ્વરૂપે નવા વાહનો તથા સાધનો મળશે

  • કોરોના અને ગુના શોધનની ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓ અને પોલીસ જવાનોનું ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું સન્માન
  • નર્મદા વિકાસ મંત્રીના સૂચન પ્રમાણે લાલબાગ એસ. આર. પી.ગ્રુપમાં અને પોલીસ વડા મથકમાં પોલીસ પરિવારો માટે અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા મહાનગર પાલિકાને કર્યો અનુરોધ

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૮ જુલાઈ:
Vadodara police sanman: ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ શહેર પોલીસ કમિશનર તથા રેન્જ આઇ.જી.અને જિલ્લા પોલીસ વડા સાથે ક્રાઇમ રિવ્યૂ બેઠક યોજીને ગુનાઓ ઝડપવા, ઘટાડવા લેવામાં આવેલા પગલાં અને તેમાં મળેલી સફળતાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા,સીમાબેન મોહિલે,મનીષાબેન વકીલ અને શૈલેષભાઈ મહેતાને સાથે રાખીને પોલીસ વિષયક બાબતોની અને નિરાકરણના ઉપાયોની ચર્ચા વિચારણા કરી સૂચનાઓ આપી હતી.

ગૃહ મંત્રીના હસ્તે નકલી રેમદેસિવિર,નકલી સેનેટાઈઝર બનાવવાના ગુનાઓનો પર્દાફાશ કરનારા,ઓકસીજન સિલિન્ડર ના કાળાબજાર રોકવા, સી.સી.ટીવીના આધારે અછોડા તોડોને ઝડપવા,સાયબર ક્રાઇમ માં સંડોવાયેલી વિદેશી ગેંગને ઝડપવા, આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાને પાછો લાવવા સહિતની અને કોરોના કાળમાં સેવાની પ્રસંશનીય કામગીરી કરનારા (Vadodara police sanman) જયદીપસિંહ જાડેજા, અમિતા વાનાની સહિત પોલીસ અધિકારીઓ અને જવાનોનું સન્માન કર્યું હતું.

નર્મદા વિકાસ મંત્રીના સૂચન પ્રમાણે તેમણે પોલીસ પરિવારો માટે લાલબાગ એસ. આર. પી.કેમ્પમાં અને પ્રતાપનગર પોલીસ વડા મથકમાં અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા મેયર કેયુરભાઈ રોકડીયાને અનુરોધ કર્યો હતો જેનો તેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રીએ ટીમ વડોદરા પોલીસની વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરીને ઉદાહરણો આપીને બિરદાવી હતી.

તેમણે જણાવ્યું કે, મહિલાઓ,બાળકો અને વડીલોને મદદ અને હૂંફ,ગુડ ટચ બેડ ટચ જેવા સંવેદનશીલ પ્રોજેક્ટ,લવ જેહાદના કેસોની તલ સ્પર્શી તપાસ,લેન્ડ ગ્રેબરો સામે પગલાં સહિતની બાબતોમાં ટીમ વડોદરા પોલીસે રાજ્યમાં સહુથી ઉત્તમ કામગીરી કરી છે.શી ટીમ વડોદરાની કામગીરી પણ શ્રેષ્ઠ રહી છે.સાયબર ગુનાઓનો પર્દાફાશ કરવામાં પણ વડોદરા પોલીસની કામગીરી સારી રહી છે.

તેમણે જણાવ્યું કે, વડોદરા પોલીસની ઉત્તમ કામગીરીને વધુ ઉત્તમ બનાવવા વડોદરા શહેરના વ્યાપને ધ્યાનમાં રાખીને કુંભાર વાડા, અકોટા,અટલાદરા અને કપુરાઇના નવા પોલીસ મથકો મંજૂર કર્યા છે. આ નવા પોલીસ મથકો માટે ૩૦૦ નું મહેકમ સાથે શહેર પોલીસ માટેના મહેકમમાં ૬૩ નો વધારો ,૩૩ બોલેરો જીપ અને ૫૨ મોટર સાયકલ વાહનો ની ફાળવણી અને સાધન સુવિધાઓ આપવાની જોગવાઈ કરી છે.બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે.

આ પણ વાંચો…She team Counseling: ગૃહ રાજ્ય મંત્રી વડોદરા શહેર પોલીસ ભવન ખાતે “SHE (શી) – ટીમ કાઉન્સીલિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું હતું.

હાલમાં ૧૩૫૫જેટલા સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.વિશ્વાસ પ્રોજેક્ટના બીજા ચરણમાં ૬૫૦ વધુ સી.સી.ટીવી કેમેરા આપવાનું આયોજન છે. ધારાસભ્યઓની રજૂઆત ને અનુલક્ષીને તેમણે જણાવ્યું કે,લોનની વસુલાત માટે દાદાગીરી કરનારા રિકવરી એજન્ટો સામે નાગરિકોની ફરિયાદ મળેથી ગુનો નોંધવામાં આવશે. તેમણે શહેર પોલીસ મથકના વિસ્તારમાં સી.સી.ટીવી સર્વેલાન્સ સઘન બનાવવા અને યોગ્ય કિસ્સાઓમાં આધાર કાર્ડની ચકાસણી સહિતના પગલાં લેવા સૂચના આપી હતી.

નશીલા પદાર્થોને લગતા ગુનાઓ માટે મલ્ટી ડ્રગ ટેસ્ટ ડીવાઈસ કીટના ઉપયોગની વડોદરા પોલીસની પહેલને તેમણે બિરદાવી હતી.અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સરવેલાન્સ વધારવા સહિતની રજૂઆતોમાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.મેયરશ્રી દ્વારા કોરોના કાળમાં વાહનોના દંડની બાબતમાં સહાનુભૂતિ પૂર્વક નિર્ણય લેવા વિનંતી કરી હતી.આ ઉપરાંત મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ સહયોગ સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે ગૃહ રાજ્ય મંત્રીને આવકારવાની સાથે ગત વર્ષની સરખામણીમાં ગંભીર ગુનાઓ શોધવામાં થયેલો વધારો, ટ્રાફિક અકસ્માતો ઘટાડવા લેવામાં આવેલા પગલાં સહિતની બાબતોની વિગતવાર જાણકારી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. તેમણે દરેક પોલીસ મથકમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરની રચના,કોરોના રસીકરણમાં શહેર પોલીસનો સહયોગ , કોરોના વોરિયર શહીદ જવાનોના પરિવારોને રૂ.૨૫ લાખ પ્રમાણે સહાય સહિતની પહેલોની જાણકારી આપી હતી.તેમણે પોલીસ કામગીરીમાં રાજકીય પાંખના સહયોગને બિરદાવ્યો હતો.અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા અને નાયબ પોલીસ કમિશનરઓએ બેઠકમાં ભાગ લીધો હતો.