vadodara station

Vadodara Railway Station: પાકિસ્તાનના ISI એજન્ટે વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી

વડોદરા, 27 ફેબ્રુઆરીઃ Vadodara Railway Station: વલસાડ રેલવે કંટ્રોલ રુમમાં વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રુમને ધમકી ભર્યો ફોન આવ્યો છે. ફોન કરનારે પોતે પાકિસ્તાનના ISI એજન્ટ હોવાની ઓળખ આપી છે.

આ પણ વાંચો… Naran Rathwa Join BJP: કોંગ્રેસનો હાથ છોડી નારણ રાઠવાએ કેસરીયો ધારણ કર્યો

26 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે વલસાડ રેલવે પોલીસ કંટ્રોલને એક અજાણ્યો કોલ આવ્યો હતો. કોલમાં વડોદરા રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યો કોલ મળતા વડોદરા પોલીસ અને રેલવે પોલીસ એલર્ટ થઇ હતી અને તાત્કાલિક રેલવે સ્ટેશન પર તપાસ શરુ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ધમકીભર્યો કોલ મળતા જ બોમ્બ સ્ક્વોર્ડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને વિવિધ સ્થળોએ ચેકિંગ શરુ કર્યુ હતુ. જો કે વડોદરા રેલવે સ્ટેશન પરથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. તપાસ કર્યા બાદ આ કોલ ફેક હોવાનું સામે આવ્યુ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો