Gopinath temple

Gopinath temple: ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો આ મંદિરનું રહસ્ય

Gopinath temple: કહેવામાં આવે છે કે આ મૂર્તિ એક જીવીતિ મૂર્તિ છે એટલે કે તેની અંદર શ્રી કૃષ્ણના શ્વાસ ચાલે છે.

ધર્મ ડેસ્ક, 23 ફેબ્રુઆરીઃ Gopinath temple: દેશમાં એક એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિમાં જીવમાં છે. જી હાં સાંભળવામાં ભલે તમને આશ્વર્યજનક લાગતું હોય પરંતુ આ ખરેખર સાચું છે. કહેવામાં આવે છે કે આ મૂર્તિ એક જીવીતિ મૂર્તિ છે એટલે કે તેની અંદર શ્રી કૃષ્ણના શ્વાસ ચાલે છે. આ અનોખું મંદિર ઘરપુર ગુજરાતમાં છે આ મંદિરનું નામ સ્વામી નારાયણ ગોપીનાથ મંદિર છે. આશ્વર્યની વાત તો એ છે કે આ વાતનું રીતસરનું પ્રમાણ છે કે અહીં મૂર્તિમાં પ્રાણ છે.

આ પણ વાંચોઃ Sanjay Pandya Arrested: નકલી કચેરી કૌભાંડમાં અમદાવાદથી સંજય પંડ્યાની ધરપકડ, સ્કેમની રકમ કરોડોમાં પહોંચી

માન્યતા છે કે, આ મંદિર ઘણા વર્ષો પહેલા વિદેશથી આવનાર એક વ્યક્તિ આ મૂર્તિની તપાસ કરી રહ્યો હતો. જ્યારથી તેમને ખબર પડી કે લોકો માને છે કે આ મૂર્તિમાં ભગવાનનો પ્રાણ રહેલો છે, તેમણે ઠાકુર જીના કાંડા પર ઘડિયાળ બાંધી દીધી. જે કોઈ સામાન્ય ઘડિયાળ ન હતી, આ એક માત્ર ઘડિયાળ હતી જે વ્યક્તિના પલ્સ રેટ પર ચાલતી હતી, એટલે કે જો કોઈ વ્યક્તિ તેને પહેરે છે, તો તે તેના પલ્સ રેટ પ્રમાણે ઊભી રીતે ચાલશે અને તમારા હાથમાંથી ઘડિયાળ દૂર કરો, તે જ ક્ષણે ઘડિયાળ બંધ થઈ જશે અથવા જો કોઈ મૃત વ્યક્તિ આ ઘડિયાળ તેના કાંડા પર પહેરે તો તે ઘડી ચાલશે નહી. આને તપાસવા માટે આ જ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વ્યક્તિએ આ ઘડિયાળ શ્રી કૃષ્ણના કાંડા પર બાંધી હતી. પછી જે નજારો દેખાયો તે એકદમ ચોંકાવનારો હતો. કૃષ્ણની આ મૂર્તિ પર પણ ઘડિયાળ ચાલી રહી હતી, એટલે કે પલ્સ રેટ ડિડેક્ટ થઇ રહ્યા હતા.