9b322443 8283 4a52 b5e6 c6d1d8e02717

Vruksharopan: કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું વૃક્ષારોપણ, કહ્યું- મહિલા અને બાળ સશક્તિકરણ વન દેશભર માટે પોષણ વાટિકાનું મોડેલ બનશે

Vruksharopan: ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીગણપતસિંહ વસાવા રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે પોષણવર્ધક અને ઔષધીય રોપાનું કર્યું વાવેતર

કેવડિયા, 31 ઓગષ્ટઃ Vruksharopan: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની બાજુમાં મહિલા અને બાળ સશક્તિકરણ વનના ઉછેર માટે વૃક્ષારોપણ કર્યું હતું. આ મહિલા અને બાળ સશક્તિકરણ વનને સમગ્ર દેશ માટે પોષણ વાટિકાનું મોડેલ બનાવીને દેશના તમામ રાજ્યોમાં મહિલા અને બાળ પોષણને વેગ આપવા આ પ્રકારની પોષણ વાટિકાઓ ઉછેરવાની પ્રેરણા આપશે.

આ પણ વાંચોઃ Raj kundra pornography case: નવો ખુલાસો- પૂર્વ મિસ ઈન્ડિયા યુનિવર્સનો આરોપ, મુંબઈમાં મને કોલ્ડ ડ્રિન્કમાં નશીલી દવા પીવડાવી પોર્ન વિડિયો બનાવ્યો
સહી પોષણ દેશ રોશનના સૂત્રને હાર્દમાં રાખીને યોજવામાં આવેલી રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ પરિષદના પ્રારંભ પહેલા વિવિધ રાજ્યોના પરિષદમાં ભાગ લેવા આવેલા મંત્રીઓ અને પ્રતિનિધિઓ રોપ વાવેતર(Vruksharopan)માં જોડાયા હતા. ભારત સરકારના રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મૂંજપરા,ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા અને મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ પોષણ વાટિકાના ઉછેર માટે રોપો વાવ્યો હતો.

c2086695 8384 45c1 983a 44478d981fd3


સરદાર સાહેબની સર્વોચ્ચ પ્રતિમાના સાનિધ્યમાં આ પોષણ વાટિકા હેઠળ વન વિભાગ દ્વારા પોષણ વર્ધક અને આરોગ્ય સંવર્ધક ૧૫૧ વૃક્ષો ઉછેરવાનું આયોજન કરવામાં આવ્યું છે.વનસ્પતિ સંપદા દ્વારા પોષણ જાગૃતિ ઉદ્યાન ઉછેરનો આ પ્રયોગ દેશના રાજ્યો માટે મોડલ બની રહે એવી અપેક્ષા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા અને મહિલા અને બાળ અધિકાર સુરક્ષા પંચના અધ્યક્ષ પ્રિયંકા કાનુંગોએ પણ રોપો(Vruksharopan) વાવ્યો હતો.

આ પણ વાંચોઃ CM Yogi Announced: સીએમ યોગીએ કરી મોટી જાહેરાત, હવે યુપીના ધાર્મિક સ્થળો પર નહીં વેચાય માંસાહાર અને દારુ
કેવડિયાના નાયબ વન સંરક્ષક પી. જે.પંડ્યાએ જણાવ્યું કે આ પરિષદ સ્મૃતિ વનમાં સરગવો,કેસૂડો,જમરૂખ,સીતાફળ, આંબા અને રાયણ જેવા ફળાઉ,પોષણ આપતા અને ઔષધીય ઉપયોગી વનસ્પતિઓ ઉછેરવામાં આવશે.

Whatsapp Join Banner Guj