bharat tibbat poonam madam wlcm

Welcome to Tibetans: ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા અતિથિ દેવો ભવ: સૂત્ર ને સાર્થક કરતાં તિબેતીયનો નું સ્વાગત કરાયું

Welcome to Tibetans: સંઘ ની મહિલાઓએ વેપાર અર્થે આવેલા તિબેતીયનોનું કંકુ તિલક કરી ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૬ ઓક્ટોબર:
Welcome to Tibetans: ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા પ્રતિવર્ષ શિયાળાની ઋતુ માં વેપાર અર્થે જામનગર ના અતિથિ બનતા મૂળ તિબેતીયન પરિવાર નું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું

ભારત તીબ્બત સંઘ મહિલા વિભાગ જામનગર જિલ્લા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ તેમજ સંઘ ના અન્ય બહેનો દ્વારા શહેર ના રાધાકૃષ્ણ મંદિર નજીક મૂળ તિબેતીયનોની લ્હાસા માર્કેટ માં તિબેતીયનોને કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને મોં મીઠા કરાવી સ્વાગત અભિવાદન કરાવ્યુ હતું ચીન ના અતિક્રમણ થી પોતાનો ધર્મ અને સંસ્કૃતિ બચાવવા ભારત ના આશ્રય માં રહેતા મૂળ તિબેટીયનો હર હંમેશ ભારતીય સંસ્કૃતિ સાથે હળીમળીને રહે છે, ભારત તીબ્બત સંઘ દ્વારા તીબ્બત ની ચીન પાસેથી મુક્તિ અને કૈલાશ માન સરોવર ભારત ને મળી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે

નગર ના અતિથિ બનેલા તિબેતીયન ભાઈ બહેનોને ભારત તીબ્બત સંઘ શહેર – જિલ્લા મહિલા વિભાગ દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમ માં જિલ્લા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ, પૂર્ણિમાબેન પંડ્યા, પાયલબેન શર્મા, નીલમબેન ગઢવી, પારૂલબેન, દિષિતાબેન, ઇલાબેન, મીનાક્ષીબેન તેમજ ભારતિબેન, વિણાબેન પાઠક જલ્પાબેન, આશાબેન, રીટાબેન ઝીંઝુવાડિયા અને યુવા વિભાગ પ્રાંત કર્મભાઈ ઢેબર વિગેરે દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…Diwali Bonus: રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓ માટે જાહેર કર્યું દિવાળી બોનસ

Whatsapp Join Banner Guj