women gang cctv

Women stealing gang: દાગીનાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ચાર મહિલાઓ સહિત પાંચની ધરપકડ; જુઓ સીસીટીવી

Women stealing gang: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના જ દિવસોમાં ગેંગને ઝડપી પાડી,રામોલ વિસ્તારમાં 3.12 લાખનો સોનાની બુટ્ટી ભરેલો ડબ્બો ચોરી લીધો હતો

અમદાવાદ , ૦૭ ઓગસ્ટ: Women stealing gang: સોનીની દુકાનોમાં ખરીદીના બહાને નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગની ચાર મહિલાઓ સહિત પાંચ લોકોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રામોલ વિસ્તારમાં આવેલી સોનીની બે દુકાનોમાં દાગીનાની તરફડી કરી મહિલાઓ ફરાર થઇ ગઇ હતી. જે મામલે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ગેંગનો પર્દાફાશ કરી ચાર મહિલાઓ સહિત એક વ્યક્તિને દબોચી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચે દાગીના ચોરી કરતી ગેંગ પાસેથી 4 લાખ 95 હજારનો મદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમની બાતમી મળી હતી કે એક રીક્ષામાં કેટલીક મહિલાઓ (Women stealing gang) સોનાના દાગીના ચોરી ગણેશનગર છાપરા તરફ દાગીના વેચવા જઇ રહ્યા છે. આ અંગેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગણેશનગર જાહેર સૌચાલય પાસે વોચ ગોઠવી ચાર મહિલાઓ સહિત રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી ચોરીના દાગીના મળી આવ્યા હતા.

Women stealing gang

ધરપકડ કરાયેલ ગેંગની મહિલાઓએ (Women stealing gang) ગત રોજ રામોલ વિસ્તારના અયોધ્યાનગરમાં અંબિકા જ્વેલર્સની દુકાનમાં રૂ.૩.૧૨ લાખના દાગીની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેમાં બે મહિલા દુકાનમાં દાગીના ખરીદવા આવી હતી. દાગીના જોતા થોડા સમય પછી બે બીજી મહિલા આવીને પણ દાગીના જોવા માગ્યા હતા. પહેલાં આવેલી બે મહિલાએ સોનાની બુટ્ટી દેખાડવાનું કહેતાં દુકાનદારે સોનાની બુટ્ટીનો ડબ્બો બાજુમાં મૂક્યો હતો.

તેમાં પોણા સાત (Women stealing gang) તોલા રૂ.૩.૧૨ લાખના દાગીના હતા. બુટ્ટી ભરેલો ડબ્બો સાઈડમાં મૂકી બીજા ગ્રાહકને દાગીના બતાવતા જતાં પહેલાં બે આવેલી મહિલામાંથી એક મહિલાએ દુકાનદારની નજર ચૂકવી સોનાની બુટ્ટી ભરેલો ડબ્બો બીજી મહિલાને આપી દીધો હતો. તેણે તેને થેલીમાં મૂકી દીધી હતો અને સોનાની ચૂની રૂ. ૧૨૦૦ ખરીદી કરી જતી રહી હતી. આ અંગે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

જો કે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના જ દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી રિક્ષા ચાલાક કિરણ દેવીપુજક સહિત ચાર મહિલાઓ જ્યોત્સના દંતાણી, ગૌરી દેવીપુજક, વર્ષા પ્રજાપતિ (મારવાડી) તથા ભારતી પટણીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.