womens day celebration

women’s day celebration: શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભાટ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

women’s day celebration: ડો ગીતિકા સલુજા એ વિશેષ ઉપસ્થિતિ આપી હતી તેમજ તેમને જણાવ્યું હતું કે સ્ત્રીઓએ સંકુચિત ના રહેતા સમાજમાં પોતાની ઓળખ અને પ્રતિષ્ઠા ઉભી કરવી પડશે

ગાંધીનગર, 08 માર્ચઃ women’s day celebration: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભાટ ગાંધીનગરમાં ડો ગીતિકા સલુજા એ વિશેષ ઉપસ્થિતિ આપી હતી તેમજ તેમને જણાવ્યું હતું કે સ્ત્રીઓએ સંકુચિત ના રહેતા સમાજમાં પોતાની ઓળખ અને પ્રતિષ્ઠા ઉભી કરવી પડશે ત્યારબાદ CA પૂર્વી શાહ પણ આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

તેઓ અમદાવાદના નામી ચાટર એકાઉન્ટ હોવાની સાથે કાયદાના અને સાઇબર ક્રાઇમના વિશેષજ્ઞ છે તેઓએ હાજર વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપક ગણોને પ્રોત્સાહિત કરવાની સાથે જણાવ્યું હતું કે મહિલાઓ માત્ર અને માત્ર જંત્રી બચાવવા માટે જ નથી હોતી તેઓએ સમાજમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરવી પડશે ત્યારે જ નારી તું નારાયણી સૂત્ર સાર્થક થશે

વધુમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલ વિશેષ કાર્યક્રમ નિમિત્તે ગુજરાતી ચલચિત્રના અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી હાજર રહ્યા હતા તેઓ તાજેતરમાં જ ખૂબ પ્રચલિત થયેલી ગુજરાતી મુવી હેલ્લારો માં અભિનય થકી વિશ્વ પ્રસિદ્ધ થયેલા તેમણે પણ વિદ્યાર્થીઓ અને સંસ્થાના તમામ સ્ટાફ મિત્રોને મનોરંજન ની દુનિયા થી વાકેફ કરી અને પોતાની શક્તિઓનો કેવી રીતે ઉપયોગ કરવો તે જણાવ્યું હતું તથા આજની નારી શક્તિનું એક વિશેષ ઉદાહરણ તેવા પૂજા વાઘેલા તેઓ સાઇબર ક્રાઇમ ગાંધીનગર સીઆઇડી માં ઇસ્પેક્ટર તરીકે વિશેષ સેવા બજાવી રહ્યા છે તેમણે સમય પ્રમાણે નારીશક્તિને પોતાની વિશેષ ઓળખ આપવી તેમજ સાઇબર ક્રાઇમ સલગ્ન માહિતી આપી દરેકને યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ પણ વાંચોઃ Upi payment without internet: RBIએ જાહેર કરી નવી સર્વિસ, હવે ઇન્ટરનેટ વિના થઇ શકશે UPI Payment- વાંચો કેવી રીતે?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.