Murder

Vadodara murder case: વડોદરામાં લૂંટનો વિરોધ કરવા પર યુવકની હત્યા, જાણો શું છે મામલો

Vadodara murder case: ગોલ ગપ્પાની લારી પર લૂંટની ફરિયાદ નોંધાતા યુવકની હત્યા

વડોદરા, ૦૮ માર્ચ: Vadodara murder case: ગુજરાતના વડોદરામાં લૂંટારુઓ સામે અવાજ ઉઠાવનાર યુવકે જીવ ગુમાવ્યો છે. અહીં ગોલ ગપ્પા વેચતા રાજપૂત સમાજના યુવકની ઘરમાં ઘૂસીને બદમાશોએ હત્યા કરી નાખી હતી. બદમાશોએ યુવકની હત્યા કરી લાશને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેંકી દીધી હતી. મૃતક યુવકે હત્યારાઓ સામે તેની પકોડીની લારી લૂંટી લેવાની ફરિયાદ નોંધાવી હતી. જામીન પર છૂટ્યા બાદ આરોપીઓએ તેની હત્યા કરી હતી. બનાવને પગલે રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના ખોડિયાનગરની છે. અહી વુડાના મકાનમાં રહેતો સુધીર ઉર્ફે તુમતુમ કમલેશ રાજપૂત ગોળ ગપ્પા વેચીને ગુજરાન ચલાવતો હતો. થોડા દિવસો પહેલા કેટલાક કુખ્યાત બદમાશોએ ગોલગપ્પાની લારી પર આવીને તેને લૂંટી લીધો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દીધા હતા. બાદમાં તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Upi payment without internet: RBIએ જાહેર કરી નવી સર્વિસ, હવે ઇન્ટરનેટ વિના થઇ શકશે UPI Payment- વાંચો કેવી રીતે?

પોલીસે જણાવ્યું કે જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ સુધીર ઉર્ફે તુમતુમની ઘરમાં જ ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. આ પછી તેના મૃતદેહને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની જુદી-જુદી ટીમો આરોપીઓને ઝડપી લેવા તપાસ કરી રહી છે.

Gujarati banner 01