Yuvraj Singh

Yuvraj singh statement: ડમીકાંડ મામલે યુવરાજસિંહના ગંભીર આરોપ, કહ્યું- મને સમન્સ આપ્યું છે તો જીતુ વાઘાણીને….

  • મને આશંકા છે કે મને પતાવી દેવામાં આવશે: યુવરાજ સિંહ

Yuvraj singh statement: મને સમન્સ આપ્યું છે તો જીતુ વાઘાણીને પણ સમન્સ જવું જોઇએઃ યુવરાજસિંહ

અમદાવાદ, 21 એપ્રિલઃ Yuvraj singh statement: ડમીકાંડ અને પેપર ફૂટવા મામલે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થવાના છે. અગાઉ જ્યારે યુવરાજસિંહને હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. જો કે, આજે પોલીસ સમક્ષ હાજર થવા પહેલા યુવરાજસિંહે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે અનેક આક્ષેપો કરી સવાલ કર્યા હતા. 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું હતું કે, ડમીકાંડને દબાવવા માટે પ્રયાસ કરાઇ રહ્યાં છે. મે જે માહિતી આપી છે તે મામલે તપાસ થતી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મેં જે 4 નામ આપ્યા હતા, તેમાંથી એક નામ સામે પણ તપાસ થઈ નથી.

તેમણે આરોપ લગાવ્યો કે, કેટલાક મોટા માથાઓએ મને પોતાની પાર્ટીમાં જોડાવવા ઓફર કરી હતી. તેઓ પણ આ કાંડને દબાવવા પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ભાવનગર એસઓજી દ્વારા સમન્સ પાઠવ્યા બાદ યુવરાજસિંહ ભાવનગર આવ્યા હતા અને ભીડ ભંજન મહાદેવના દર્શન કર્યા હતા. 

મને આશંકા છે કે મને પતાવી દેવામાં આવશે: યુવરાજ સિંહ

બીજી વાર સમન્સ મળતા બાદ પોલીસ સમક્ષ હાજર થતા પહેલા યુવરાજસિંહે પત્રકારોને કહ્યું કે, મને સમન્સ આપ્યું છે તો બધાને બોલાવો. તેમણે કહ્યું કે, તેમની પાસે 30 નામનું કવર છે જે તેઓ સબમિટ કરશે પછી નામ બહાર આવશે. યુવરાજસિંહે કહ્યું કે, તેમણે વર્તમાન ગૃહ રાજ્યમંત્રીને પણ આ મામલે પુરાવા આપ્યા છે. મારુ સમન્સ નીકળે તો અન્ય નેતાઓના સમન્સ નીકળવા જોઈએ.

તેમણે કહ્યું કે, મારું સમન્સ નીકળે તો જીતુ વાધાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. યુવરાજ સિંહે સવાલ કર્યો કે, રાજકીય નેતા જસુ ભીલને શા માટે સમન્સ ન પાઠવાયું? તેમણે કહ્યું કે, ઉર્જા વિભાગ ભરતીમાં અવધેશ પટેલ, અવિનાશ પટેલના નામ આપ્યા હતા, છતાં તેમને સમન્સ ન પાઠવાયું. યુવરાજ સિંહે આગળ કહ્યું કે, મે મારા 5 વારસદારોને નીમ્યા છે. મને આશંકા છે કે મને પતાવી દેવામાં આવશે. હિટ એન્ડ રન અથવા અન્ય કોઈ રીતે મને પતાવી દેવાશે એવું મને લાગે છે. 

આ પણ વાંચો… Glass bridge at ambaji temple: અંબાજી મંદિર પરિષરમાં જ કાંચના બ્રિજ ઉપર ચાલવાની મજા યાત્રિકો લઇ રહ્યા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો