Bhagwani Devi returned with 1 gold and 2 bronze medals in Athletics

Bhagwani Devi returned with 1 gold and 2 bronze medals in Athletics: 94 વર્ષના દાદી એથલેટિકસમાં 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ જીતી પાછા ફર્યા

Bhagwani Devi returned with 1 gold and 2 bronze medals in Athletics : હરિયાણાના રહેવાસી 94 વર્ષના દાદા ભગવાનીદેવીએ વલ્ર્ડ માસ્ટર્સ એથલેટિકસ ચેમ્પીયનશિપમાં ભાગ લેવા માટે  ફિનલેન્ડ દેશ ગયા

નવી દિલ્હી, 12 જુલાઇઃ Bhagwani Devi returned with 1 gold and 2 bronze medals in Athletics: કોઇ પણ રમત સ્પર્ધામાં ભાગ લેવાની અને નિવૃત થવાની પણ ઉંમર હોય છે. એથલેટિકસ જેવી સ્પર્ધામાં ખેલાડીઓ ખૂબ વહેલી નિવૃતિ લેવી પડે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે હરિયાણાના રહેવાસી 94 વર્ષના દાદા ભગવાનીદેવીએ વલ્ર્ડ માસ્ટર્સ એથલેટિકસ ચેમ્પીયનશિપમાં ભાગ લેવા માટે  ફિનલેન્ડ દેશ ગયા હતા. તેમણે ચેમ્પીયનશીપમાં માત્ર ભાગ જ લીધો એટલું જ નહી 1 ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ જીત્યા છે. તેમણે 100 મીટર દોડનું અંતર 24.74 સેકન્ડમાં પાર કર્યુ હતું.

મેડલ જીતીને પાછા ફરેલા દાદી ભગવાનીદેવીનું દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર તેમને જોવા માટે લોકોની ભીડ જામી હતી. પ્રશંસકોને જોઇને ઉત્સાહમાં આવી ગયેલા ભગવાનીદેવીએ એરપોર્ટ પર ડાન્સ કરવા લાગ્યા હતા. ઉંમરના એક મોટા પડાવને પાર કર્યો હોવા છતાં તેમનો ઉત્સાહ સમાતો ન હતો.

આ પણ વાંચોઃ CM patel visit chotaudaypur: ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી

તેમને એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે ફિનલેન્ડમાં આયોજીત વલ્ર્ડ માસ્ટર્સ એથલેટિકસ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને ખૂબ ખૂશ છે. વિદેશની ધરતી પર દેશ માટે મેડલ્સ મેળવવાનું ગૌરવ વ્યકત કર્યુ હતું. એથેલેટ ભગવાનીદેવીએ સાબીત કર્યુ છે.  ઉંમર તો ખાલી નંબર છે. માણસ ધારે તો કોઇ પણ ઉંમરે ચૂસ્ત અને ફિટ રહી શકે છે.તેમનું સાહસ લાખો બુઝુર્ગોને પ્રેરણા આપી રહયું છે. 

આ પણ વાંચોઃ Theft in a closed house at Ambaji: અંબાજીમાં તસ્કરોનો ત્રાસ, તિરુપતી સોસાયટીના બંધ મકાન માંથી રુ. 1. 90 લાખની મત્તા ચોરાઈ, લોકોમાં ભય નો માહોલ

Gujarati banner 01