Cricketers fun

Cricketers fun: ધોનીએ સાક્ષીનો ફોન છીનવીને બંધ કર્યો, પંત-રોહિત શર્મા -સૂર્યકુમારનું લાઇવ ચેટિંગ

Cricketers fun: ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટ કીપર રિષબ પંત મસ્તી મજાક માટે જાણીતો છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 જુલાઇઃ Cricketers fun: ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટ કીપર રિષબ પંત મસ્તી મજાક માટે જાણીતો છે. મેદાનની અંદર હોય કે બહાર, તે હંમેશા કઇને કઇ હરકત કરતો રહે છે. આ વખતે તેને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ સાથે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે લાઇવ ચેટ કર્યુ હતુ.

રિષભ પંત, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઇન્ડીઝના ત્રિનિદાદમાં છે. અહી પોતાની હોટલ રૂમમાંથી પંતે સૌથી પહેલા રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને ઇંસ્ટાગ્રામ પર લાઇવ વીડિયો કોલ કર્યો હતો. તે એક બીજા સાથે ચેટ કરી રહ્યા હતા, ત્યારે પંતે સાક્ષી ધોનીને કોલ કરી દીધો હતો.

પંતે કહ્યુ- માહી ભૈયાને લાઇવ પર રાખો

સાક્ષીએ કોલ એેટેન્ડ કર્યો હતો અને વાત કરવા લાગી હતી. આ દરમિયાન કેમેરો ધોની તરફ ફેરવી દીધો હતો. ધોનીએ પહેલા તો હાથ લગાવીને કેમેરા પર આવવાનો ઇનકાર કર્યો પરંતુ થોડી વારમાં તે પણ લાઇવ ચેટમાં આવી ગયો હતો. માહીએ સાક્ષીની જેમ હેલો કહ્યુ હતુ. આ દરમિયાન રિષભ પંતે કહ્યુ- ભૈયાને રાખો થોડી વાર લાઇવ પર.

આ પણ વાંચોઃ Police alert against bootleggers and gambling elements: S.Pએ કહ્યું- કોઇનાથી ડરવાની જરૂર નથી,દારૂ જુગાર અંગેની માહિતી સીધા મને આપો

રોહિતે કહ્યુ- મત કર યાર રિષભ

રિષભ પંતની આ વાત સાંભળતા જ ધોનીએ ફોન છીનવી લીધો હતો અને કોલ કાપી નાખ્યો હતો. આ દરમિયાન રિષભ પંત, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ હસવા લાગ્યા હતા. રિષભ પંતની આ મસ્તીથી તમામ એટલા પરેશાન હતા કે બેડ પર ઉંઘેલા રોહિત શર્માએ પણ કહેવુ પડ્યુ- મત કર યાર રિષભ.

મહત્વપૂર્ણ છે કે ટીમ ઇન્ડિયા 29 જુલાઇથી વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પાંચ મેચની ટી-20 સીરિઝ રમશે. અત્યારે વન ડે સીરિઝની એક મેચ બાકી છે, જે આજે 27 જુલાઇએ રમાશે. ટી-20 સીરિઝ રમવા માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સહિત અન્ય કેટલાક ખેલાડી ત્રિનિદાદ પહોચી ગયા છે.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશ, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર.અશ્વિન, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

લોકેશ રાહુલ અને કુલદીપ યાદવનું ટીમમાં રહેવુ ફિટનેસ પર નિર્ભર છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ More EMI to be paid: વધુ મોંઘી થશે EMI, RBI રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટ સુધી વધારો કરી શકે

Gujarati banner 01