Police alert against bootleggers and gambling elements

Police alert against bootleggers and gambling elements: S.Pએ કહ્યું- કોઇનાથી ડરવાની જરૂર નથી,દારૂ જુગાર અંગેની માહિતી સીધા મને આપો

Police alert against bootleggers and gambling elements: ભરૂચ પોલીસ વડા તરીકે નો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદ શરૂઆત થી જ બુટલેગરો અને જુગારી તત્વો સામે સતત લાલઆંખ કરી

ભરુચ, 27 જુલાઇઃ Police alert against bootleggers and gambling elements: રાજ્યમાં 39 લોકોના મોતનું કારણ બનેલા કથિત લઠ્ઠાકાંડની ઘટના વચ્ચે ભરૂચ એસપીએ બદી ઉપર નિયંત્રણ મેળવવા જનસંપર્ક કર્યો છે,ભરૂચ એસપી ડો. લીના પાટીલે જંબુસર ખાતે લોક દરબાર યોજી લોકોને કહ્યું હતું કે તમારા વિસ્તારની દારૂ – જુગારની બદીની માહિતી સીધા એ,એસ,પી અથવા એસ.પી ને આપો સાથે જ તેઓએ જણાવ્યું હતું કે કોઈના પણ ડરથી ચૂપ ન બેસી રહી દારૂ જુગારની માહિતી આપો ત્વરિત પગલાં ભરાશે તેમ જણાવી લોક દરબાર થકી લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો

મહત્વની બાબત છે કે ભરૂચ પોલીસ વડા તરીકે નો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદ શરૂઆત થી જ બુટલેગરો અને જુગારી તત્વો સામે સતત લાલઆંખ કરી છે,જિલ્લામાં અનેક સ્થળે પોલીસ વિભાગે દરોડા પાડી લાખોના મુદ્દામાલ સાથે જુગારીઓ તેમજ કરોડો નો શરાબ અત્યાર સુધી ઝડપી પાડયો છે,તેવામાં બોટાડ ખાતે સર્જાયેલ ઝેરી દારૂ પીવાથી લોકોના મૃત્યુ ની ઘટનાઓ બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ વિભાગ સતર્ક થયું છે,અને લોકો સાથે સીધા સંવાદ કરી અધિકારીઓ માહિતી મેળવવા માટે તથા લોકો એ આપવા માટે અનુરોધ કર્યા છે,

એસ.પી ડો લીના પાટીલ ની બુટલેગરો અને બે નંબરી તત્વો સામે કડક પણે રહેલી સતર્કતા અને લોકો વચ્ચે જઇ લોકોને આવા તત્વોની માહિતી માંગી ત્વરિત કાર્યવાહી કરવાના આશ્વશને લોકો પણ બિરદાવી રહ્યા છે,સાથે જ તેઓની કામગીરી ની પણ પ્રશંશા કરી રહ્યા છે,એસ.પી ના નિવેદન બાદ હવે બે નંબરી તત્વો એ તો સીધા રસ્તે આવવું જ પડશે નહિ તો એસ.પી લીના પાટીલ ની ચાતક નજર માં આવ્યા તો જેલ ના સળિયા ગણવા નો વારો આવશે તેવી ચર્ચાઓ પણ હાલ લોકો વચ્ચે જામી છે. (સોર્સ- ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ More EMI to be paid: વધુ મોંઘી થશે EMI, RBI રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટ સુધી વધારો કરી શકે

આ પણ વાંચોઃ Alcohol party in Valsad: વલસાડમાં દારૂની મહેફિલ કરી રહેલા 4 પોલીસકર્મીઓ સહિત 19 વ્યક્તિઓની ધરપકડ

Gujarati banner 01