Dasha Maa Murthy Free Delivery

Dasha Maa Murthy Free Delivery: અંબાજી ના હેમંતભાઈ દવે દ્વારા 551 દશામાં ની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરી

Dasha Maa Murthy Free Delivery: અંબાજી ના એક દાતા બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા 551 દશામાં ની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરી

મફતમાં દશામાતાની મુર્તીઓ અપાતા વેપારીઓને ફાયદો થાયકે ન થાય પણ શ્રધ્ધાળુ ગ્રાહકો ને ચોક્કસ ફાયદો થયો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 27 જુલાઈ:
Dasha Maa Murthy Free Delivery: ગુજરાત ભર માં દશામાંના વર્ત નો અનેરો મહિમા છે ને આવતીકાલ અમાવશ્યા થી 10 દિવસના દશામાં ના વ્રત રાજ્યભર માં પ્રારંભ થઇ રહ્યા છે આ વ્રત અમાવસ ના દિવસે શરુ થતા હોવાથી વર્તકારી બહેનો દશામાં ની મૂર્તિ અમાવસ ના પૂર્વેજ લાવી ને તેની પ્રતિષ્ઠા કરે છે અને જયારે ખરીદી કરવાના સમયે પણ દુકાનદાર ને ત્યાં દશામાં ની પૂજા અર્ચના કરી મૂર્તિ પોતાના ઘરે લઇ જતી નજરે પડે છે જોકે આ વખતે વધેલી મોંઘવારી ને લઈ અંબાજી ના એક દાતા બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા 551 દશામાં ની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરી હતી ને સાથે માતાજી નું પૂજાપો પણ નિઃશુલ્ક અપાયો હતો જોકે વ્રત કરનારી બહેનો માતાજી ની મૂર્તિ મફત માં ન લેતી હોઈ પોતાની ઈચ્છા પ્રમાણે ની રકમ ભેટ ધરી હતી અને આ ભેટ માં ધરાયેલી રકમ પણ દાતા હેમંત ભાઈ દવે એ પશુ ના ઘાસચારા માટે વાપરવામાં આવશે તેમ બિલ્ડર હેમંતભાઈ દવે (મૂર્તિ ના દાતા)અંબાજી એ જણાવ્યું હતું

ambaji Dasha Maa Murthy Free Delivery

જોકે આ વખતે સૌપ્રથમ વખત (Dasha Maa Murthy Free Delivery) દશામાં ની મૂર્તિ તેમજ પૂજાપો નિઃશુલ્ક વિતરણ કરાયો હોવાથી મૂર્તિ વેચનારા વેપારીઓ ને વેપાર માં મોટી અસર જોવા મળી હતી આજની મોંઘવારી માં લોકો નિઃશુલ્ક મૂર્તિ સાથે જે મોટી સાઈઝ ની મૂર્તિઓ ની પ્રતિષ્ઠા કરવા માંગતા હોય તેવા લોકો બજાર માંથી દશામાં ની મૂર્તિઓ ખરીદી હતી પણ જ્યા મફતમાં મુર્તી પાતી હોવાથી વેપાર ઉપર મોટી અસર પડી છે

જોકે હાલ તબક્કે દશામાતા ના વ્રત ની આસ્થા વધતા અનેક લોકો દશામાં ની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરી દસ દિવસ ના વ્રત કરે છે ને દસમા દિવસે દશામાં ની પ્રતિમા ને પાણી માં વિસરજીત કરતા હોય છે ને મફતમાં દશામાતાની મુર્તીઓ અપાતા વેપારીઓનેફાયદો થાયકે ન થાય પણ શ્રધ્ધાળુ ગ્રાહકો ને ચોક્કસ ફાયદો થયો છે.

આ પણ વાંચો..Police alert against bootleggers and gambling elements: S.Pએ કહ્યું- કોઇનાથી ડરવાની જરૂર નથી,દારૂ જુગાર અંગેની માહિતી સીધા મને આપો

Gujarati banner 01