bdecc2a7 d661 4cc9 8d2e 3b5aa5fb4b0d

Dog turns into fielder: ચાલુ મેચે શ્વાન મોંઢામાં બોલ લઇને દોડ્યો- જુઓ આ રમૂજી વીડિયો

Dog turns into fielder: મેદાનમાં ફિલ્ડરો બોલ પાછો મેળવવા માટે કૂતરા(શ્વાન) પાછળ દોડ્યા હતા. જે તેમને દોડ કરાવતો જ રહ્યો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક, 12 સપ્ટેમ્બરઃDog turns into fielder: તાજેતરમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણી દરમિયાન, એક ઈંગ્લેન્ડના એક શખ્શે મેચ દરમ્યાન મેદાનમાં પ્રવેશ કરીને ખૂબ ચર્ચા મેળવી હતી. પહેલીવારમાં તો કે દરેકને રમુજી લાગ્યું હતું, પરંતુ બીજી અને પછી ત્રીજી વખત દરેક વ્યક્તિ આ કૃત્યને કારણે ગુસ્સે થયો હતો. બાદમાં તે વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડના પડોશી દેશ આયર્લેન્ડ (Ireland)માં લાઈવ મેચ દરમિયાન આવી જ એક ઘૂસણખોરી થઈ હતી, જેણે બધાને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચોઃ Deepika Padukone Achievement: દીપિકા પદુકોણે મેળવી વધુ એક ઉપલબ્ધિ, કર્યો પોતાના નામે આ ખિતાબ- વાંચો વિગત

જોકે, આ ઘૂસણખોરી સામે કોઈને વાંધો નહોતો, પરંતુ મેદાનમાં હાજર ખેલાડીઓ અને દર્શકોએ તેનો આનંદ માણ્યો હતો. વાસ્તવમાં તે ઘુસણખોર હતો, એક સુંદર નાનો કૂતરો, જેણે માત્ર મેદાનમાં પ્રવેશ કર્યો જ નહીં, પણ ફિલ્ડરોને પણ દોડાવ્યા હતા.

આ દિવસોમાં આયર્લેન્ડમાં મહિલા ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ ‘ઓલ આયર્લેન્ડ T20 કપ’ રમાઈ રહી છે. તેની સેમિફાઇનલ મેચ શનિવારે 11 સપ્ટેમ્બરે રમાઇ હતી. બ્રીડી ક્રિકેટ ક્લબ અને સિવિલ સર્વિસ નોર્થની ટીમો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે એકબીજા સામે ટકરાઇ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા બ્રીડી ક્લબે 20 ઓવરમાં 8 વિકેટે 105 રન બનાવ્યા હતા. ડેલજેલે ટીમ માટે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા.

આ લક્ષ્યનો પીછો કરતા, સિવિલ સર્વિસ નોર્થની ટીમની ઇનિંગ દરમિયાન એક રમુજી ઘટના બની. ઈનિંગની 9 મી ઓવરમાં સિવિલ સર્વિસ બેટ્સમેને બોલ સ્ક્વેર કટ કર્યો અને બોલ થર્ડ મેન તરફ જઈ રહ્યો હતો. ફિલ્ડરે બોલ પકડ્યો અને તેને કીપર તરફ ફેંકી દીધો, જેણે રન આઉટ કરવાના પ્રયાસમાં બોલને સ્ટમ્પ તરફ ફટકાર્યો. બોલ સ્ટમ્પ્સને વાગ્યો ન હતો, પરંતુ આ દરમિયાન એક નાનો કૂતરો મેદાનમાં ઘૂસી ગયો, જેના ગળા પર પટ્ટો પણ બાંધેલો હતો. તક જોઈને આ કૂતરાએ તેના મોંમાં બોલ દબાવ્યો અને તેને લઇને દોડવાનુ શરુ કર્યુ હતુ.

મેદાનમાં ફિલ્ડરો બોલ પાછો મેળવવા માટે કૂતરાની પાછળ દોડ્યા હતા. જે તેમને દોડ કરાવતો જ રહ્યો હતો. કેટલાક પ્રયત્નો પછી, કૂતરાને રોકવામાં આવ્યો અને બોલ પાછો લઈ લેવાયો. આ દરમિયાન, એક નાનો છોકરો પણ મેદાનમાં પ્રવેશ્યો, જે આ કૂતરાને પોતાની સાથે પાછો લઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Antim darshan: હાલ કોરોનામહામારીને લઈ અંબાજી જેવા તીર્થસ્થળો ને મોટા સેન્ટરોમા અંતિમ સંસ્કારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ!

મેચ દરમિયાન બનેલી આ ઘટનાએ દરેકનું મનોરંજન કર્યું હતુ. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેને સૌ કોઇ પસંદ કરી રહ્યા છે. જ્યાં સુધી મેચના પરિણામની વાત છે, બ્રીડી ક્રિકેટ ક્લબે આ મેચ સરળતાથી જીતી લીધી. સિવિલ સર્વિસિસ ટીમ 12 ઓવરમાં 9 વિકેટના નુકશાને માત્ર 63 રન જ બનાવી શકી હતી અને ડકવર્થ લુઈસ નિયમ મુજબ બ્રીડી ક્લબે મેચ 11 રનથી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ મેચમાં વાસ્તવિક આનંદની જમાવટ તે કૂતરાની થોડી સેકંડની હરકતે કરી હતી.

Whatsapp Join Banner Guj