World CUp

ICC Cricket World Cup: ભારતમાં રમાશે વધુ બે વર્લ્ડ કપ, ઈવેન્ટ્સનું શેડ્યૂલ થયું જાહેર

ICC Cricket World Cup: ICCએ ઇંગ્લેન્ડને આગામી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના આયોજનની જવાબદારી સોંપી

ખેલ ડેસ્ક, 27 જાન્યુઆરીઃ ICC Cricket World Cup: ICC ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતની હારથી દરેક ક્રિકેટ ચાહકોના દિલ તૂટી ગયા હતા. આજ સુધી લોકો તે હારને ભૂલી આગળ વધી શક્યા નથી. જ્યારે પણ તે પલ યાદ આવે છે તો આંખોમાંથી આંસૂ છલકી પડે છે. એવામાં ભારતીય પ્રશંસકો માટે આઈસીસી તરફથી સારા સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષે ભારતમાં એક નહીં પરંતુ બે વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટ્સનુું શેડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

મળેલ માહિતી પ્રમાણે, 2024-2027 વચ્ચે યોજાનારી તમામ આઈસીસી ઈવેન્ટ્સનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આમાં ભારતે બે આઈસીસી વર્લ્ડકપનું આયોજન કર્યું છે, તે જ સમયે, આઈસીસીએ ઇંગ્લેન્ડને આગામી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના આયોજનની જવાબદારી સોંપી છે. પાકિસ્તાન આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાનું છે.

વર્લ્ડ કપની યજમાની કરશે ભારત

આગામી ચાર વર્ષની ICCની ઈવેન્ટ લિસ્ટ પર ધ્યાન આપીએ તો ભારત પાસે મહિલા વર્લ્ડ કપની યજમાની કરવાની તક છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે યોજાશે. આ સિવાય ભારત 2026માં શ્રીલંકા સાથે મળીને મેન્સ ટી-20 વર્લ્ડ કપની પણ યજમાની કરશે. આ ટુર્નામેન્ટ પણ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે.

13 ઈવેન્ટના યજમાનોના નામ જાહેર

ICCના 2024 થી 2027 વચ્ચે રમાનારી ઈવેન્ટના શેડ્યૂલ મુજબ 13 ઈવેન્ટના યજમાનોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાકિસ્તાન આવતા વર્ષે એટલે કે 2025માં મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. નામિબિયા અને ઝિમ્બાબ્વે સંયુક્ત રીતે 2026માં મેન્સ અંડર-19 વર્લ્ડ કપની યજમાની કરશે. જ્યારે 2027 મેન્સ વર્લ્ડ કપની યજમાની દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે કરશે. 2027માં નેપાળે બાંગ્લાદેશ સાથે મળીને મહિલા અંડર-19 ટી-20 વર્લ્ડ કપની યજમાની કરવાની છે.

આ પણ વાંચો… PM Modi Will inaugurate SC Diamond Jubilee Celebration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદઘાટન કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો