ICC

હવે આ દેશો પણ રમશે વર્લ્ડ કપ: જાણો, આઇસીસી(ICC)નો નવા પ્લાન વિશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 મેઃ કોરોનાનું ગ્રહણ આઇપીએલ પર લાગ્યું હતું. જેના કારણે થોડા સમયમાં જ આઇપીએલ રદ કરવી પડી હતી. હવે આઇસીસી(ICC) નવો પ્લાન બનાવી રહી છે. નવા પ્લાનમાં આઇસીસી(ICC) T-20 અને વન-ડે વર્લ્ડ કપમાં દેશોની સંખ્યા વધારવાની વિચારણા કરી રહી છે. નવી યોજના મુજબ આઇસીસી(ICC) ૧૬ની જગ્યાએ T-20 અને વર્લ્ડ કપમાં ૨૦ દેશોની ભાગીદારી નક્કી કરશે.

ICC

આઇસીસી(ICC) વધુ દેશો વન-ડે વર્લ્ડ કપમાં ભાગ લે એ માટે પણ પ્રયાસ કરશે. જોકે આઇસીસી દ્વારા નવી રમત યોજનાને હજુ મહોર મારવામાં આવી નથી. વન-ડે વર્લ્ડ કપમાં જેટલા દેશો ભાગ લે છે એમાં નબળી ટીમોની ભાગીદારીને કારણે રોમાંચક મૅચ જોવા મળશે એવી શક્યતા ઓછી છે. એનો ફટકો બ્રોડકાસ્ટર્સ સહિત દરેક પર પડે છે. પરિણામે ૨૦૧૯માં ઇંગ્લૅન્ડમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપમાં ફક્ત ૧૦ દેશોએ ભાગ લીધો હતો, પરંતુ હવે આઇસીસી વન-ડે વર્લ્ડ કપમાં દેશોની ભાગીદારી વધારવાનું વિચારી રહી છે.

ICC

ઉલ્લેખનીય છે કે એક દિવસીય વિશ્વ કપ(ICC)માં ૧૯૭૫થી ૧૯૮૭ સુધી માત્ર આઠ જ દેશ ભાગ લેતા હતા. ૧૯૯૨માં આ સંખ્યા નવ અને ૧૯૯૬ અને ૧૯૯૯માં બાર દેશોએ ભાગ લીધો હતો. ૨૦૦૭માં સૌથી વધુ ૧૬ દેશોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ સદંતર આ આંકડો ઘટતો રહ્યો. ચાલુ વર્ષમાં ભારતમાં T-20કપનું આયોજન થવાનું છે અને ત્યારબાદ ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપનું આયોજન થશે. કોરોનાની સ્થિતિ આ બંને વર્લ્ડ કપને પ્રભાવિત કરી શકે છે.જો કે હાલ બંને વર્લ્ડ કપમાં ફક્ત ૧૬ દેશો જ ભાગ લેશે. ૨૦૨૪ પછી ૨૦ દેશો T-20 વર્લ્ડ કપમાં પ્રવેશ કરે એવી સંભાવના છે.

આ પણ વાંચો…..

તૌકતે વાવાઝોડું (Cyclone Alert) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?