eyes

Mucomycosis: કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઈક્રોસિસના વધતા કેસ- આ સમય પણ પાર થશે, એકબીજાનો સાથ આપો, અફવાથી દૂર રહો

Mucomycosis: મ્યુકરમાઈક્રોસિસ નામ નાં બીજા રોગે લોકોમાં ખૂબ જ ભય ઉત્પન્ન કર્યા છે. આ રોગે ડૉક્ટરોની તકલીફો માં વધારો કર્યા છે.

Mucomycosis: આજે દુનિયા નાં દરેક લોકો જે તકલીફ થી પીડાઈ રહ્યાં છે, તેનાંથી તો આપણે સૌ સારી રીતે પરિચિત છીએ જ. કોરોના નાં કારણે કેટલાયે પરિવારોએ તેમનાં કુટુંબીજનોને ગુમાંવ્યાં છે, તો કેટલાયે લોકો તેની સામે ઝઝુમી રહ્યાં છે. આ સમયે અમુક લોકો એવાં પણ છે જેમને સમય પર સારવાર મલી રહેતી નથી જેનાં કારણે તેમની હાલત વધું ગંભીર બને છે, અને છેલ્લે તેઓ પોતાનો જીવ ગુમાવી બેસે છે. આજ બધું ચાલી રહ્યું છે એમાં હવે એક બીજી ઉપાદી ઊભી થઈ છે. કોરોના થી લોકો પીડાતા હતાં ત્યાં જ હવે મ્યુકરમાઈક્રોસિસ નામ નાં બીજા રોગે લોકોમાં ખૂબ જ ભય ઉત્પન્ન કર્યા છે. આ રોગે ડૉક્ટરોની તકલીફો માં વધારો કર્યા છે.

Mucomycosis article by Pooja shrimali

અત્યાંર નાં સમયમાં લોકો કોરોના નાં કારણે ખુબ જ તકલીફ માં છે, ત્યાં જ આ બીજા રોગ મ્યુકરમાઈક્રોસિસે (Mucomycosis) લોકોનું જીવવું હરામ કરી નાંખ્યું છે. આ રોગ ઉંધઈ ની માફક નાકની અંદર નાં હાડકાંને કોતરી ખાય છે. આ એક ભયંકર બિમારી છે. આ રોગ એક ફંગસ છે. તેમાં પ્રથમ તબક્કા માં નાકમાં, બીજા તબક્કામાં તાળવામાં, ત્રીજા તબક્કામાં આંખમાં અને ચોથા તબક્કામાં મગજ સુધીં પહોચે છે. અત્યાંરે જ્યાંરે આ ફંગસ ત્રીજા અને ચોથા તબક્કા સુધી પંહોચે ત્યાંરે દર્દીઓ હોસ્પિટલ જાય છે. આપણાં ગુજરાત રાજ્યનાં મહાનગરો માંથી એક પછી એક આ રોગનાં કેસ નોંધાઈ રહ્યાં છે. આ રોગ પહેલાં પણ અમુક દર્દીઓમાં જોવાં મળ્યો હતો, પરંતુ ત્યારે તેનાં દર્દીઓની સંખ્યાં નહિવત હતી. અત્યારે વધુ ને વધું લોકો આ રોગ ની ચપેટ માં આવી રહ્યાં છે.

આ ફંગલ ઇન્ફેક્શન નાં કારણે દર્દીનાં આંખોની રોશની જતી રહે છે અને તેમની આંખ નીકાળવી પડે છે.આ રોગનાં લક્ષણો હવે ૩૦ થી ૪૦ વર્ષના યુવાન દર્દીઓમાં પણ જોવાં મળ્યાં છે. આ બિમારી થી ૫૦ % દર્દીઓ ની મૃત્યુ થઈ જાય છે. આવાં શરૂવાતનાં લક્ષણો જો નાં જાણી શકાય તો દર્દીનો જીવ બચાવવો ખુબ જ મુશ્કેલ થઈ જાય છે.

Whatsapp Join Banner Guj

આ રોગ એવાં લોકોમાં વધું જોવાં મળે છે જેઓને ડાયાબિટિસ કે બ્લડ પ્રેશર હોય અથવાં કોરોના થયો હોય કે થઈને મટ્યો હોય. આવાં લોકોમાં રોગપ્રતિકારક શક્તિ નું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે જેનાં કારણે તેઓ આ રોગનાં ચપેટા માં ખુબ જ જલ્દીથી આવી જાય છે. કોરોના થી સાજા થયેલાં લોકોને આંખ અને નાકમાં દુખાવો થાય તો સમયસર સારવાર કરવી હિતાવહ છે. આ રોગમાં સારવાર માટે વહેલાં પહોચે તેવાં દર્દીઓમાં મૃત્યુંનું પ્રમાણ નહીવત છે. કોરોનાં બાદ હવે મ્યુકરમાઈક્રોસિસે (Mucomycosis) જોવાં જતાં દર્દીઓમાં સ્વાભાવિક પણે ભયનો માહોલ ઊભો કર્યા છે. આ ફંગસનાં ઈન્જેક્શન પણ ખૂબ મોઘાં છે, અને મોંઘા હોવાં ઉપરાંત સરળતાથી મળતા પણ નથી. આ રોગનાં કેસો વધું પ્રમાણ માં જોવાં મળતાં હોવાથી હવે તેનાં માટે પણ હોસ્પિટલોમાં અલગ વોડઁ ઊભાં કરવાની ફરજ પડી છે. જેથી આ રોગ નાં દર્દીઓની સારવાર સમયસર થઈ શકે.

આવાં સમયે આ રોગને લઈને લોકોમાં એવી અફવા પણ ફેલાઈ છે કે ગાયનું છાણ અને ગૌમૂત્ર શરીર ઉપર લગાવવાથી કોરોના વાઈરસ સામે રક્ષણ મળએ છે, અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ડૉક્ટરોએ જણાવ્યું છે કે આ એક અફવાં છે બીજું કંઈ નહિ. અમુક રિસર્ચ ધ્વારાં એવી જાણકારી મળી છે કે ગાયનાં છાણમાં ફંગસ હોય છે. તે શરીર ઉપર લગાવવું મ્યુકરમાઈક્રોસિસ જેવાં ફંગલ ઇન્ફેક્શન નું કારણ બની શકે છે. એટલે લોકોએ આવી કોઈ અફવાને સાચી માની પોતાનાં ઉપર તેનો પ્રયોગ કરવો નાં જોઈએ, કારણ કે એ સલાહ તો બીજાની હશે પણ શરીર તમારું હશે.

કોરોના નાં આવા કપરા સમય માં પણ લોકો આવી અફવા ઊડાવા માંથી ઊચાં નથી આવતાં. તેઓ તો તેમ કહીને રહી જાય છે, પણ તેનો પ્રયોગ જે લોકો પોતાનાં ઉપર કરે છે તેમને પાછળથી ખુબ ગંભીર બિમારી નો સામનો કરવો પડે છે. એટલે જ લોકોએ કોઈની પણ આવી વાતોથી દુર જ રહેવું જોઈએ, અને જો આવાં કોઈ પણ લક્ષણો પોતાનાં શરીરમાં જોવાય તો સીધો ડૉક્ટર નો જ સંપર્ક કરવો જોઈએ. આમ કરવાંથી તે પોતાનું જીવન બચાવી શકે છે. હાલનાં સમય માં લોકો એ એકબીજાને સાથ આપવાનો છે, નહિ કે ખોટી અફવા ઊડાઈને કોઈનો જીવ જોખમ માં મુકવાનો છે. (ડિસ્કલેમર: આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો…આવો, જાણીએ ગરુડ પુરાણ(garuda purana) અનુસારઃ મૃત્યુના 47 દિવસ સુધી આત્મા સાથે શું થાય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *