Ind vs Eng

Ind vs Eng: ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડને ચટાડી ધૂળ, 10 વિકેટે શાનદાર જીત

Ind vs Eng: પ્રથમ વનડેમાં ઇગ્લેંડને 188 બોલ બાકી હતા અને 10 વિકેટના વિશાળ અંતરથી હરાવ્યું

સ્પોર્ટ્સ ડેસ્ક, 12 જુલાઇઃ Ind vs Eng: ભારત અને ઇગ્લેંડ વચ્ચે પહેલી વનડેનો મુકાબલો લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાયો હતો. બંને ટીમો વચ્ચે 3 મેચ રમાવવાની છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇગ્લેંડ વિરૂદ્ધ પહેલી વનડેમાં ટોસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ જણાવ્યું કે વિરાટ કોહલી ગ્રોઇનના દુખાવાના કારણે રમી શક્યા ન હતા. 

પ્રથમ વનડેમાં ઇગ્લેંડને 188 બોલ બાકી હતા અને 10 વિકેટના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ઇંગ્લેંડે પ્રથમ બેટીંગ કરી અને આખી ટીમ 25.2 ઓવરમાં 110 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 18.4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમ વનડેમાં પ્રથમવાર ઇગ્લેંડને 10 વિકેટ માત આપી છે.

આ પણ વાંચોઃ Bhagwani Devi returned with 1 gold and 2 bronze medals in Athletics: 94 વર્ષના દાદી એથલેટિકસમાં 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ જીતી પાછા ફર્યા

આ પણ વાંચોઃ CM patel visit chotaudaypur: ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી