IND vs WI Womens World Cup 2022

IND vs WI, Women’s World Cup 2022: ભારતનો વિશ્વકપમાં સૌથી મોટો સ્કોર ખડકી વેસ્ટ ઇન્ડિઝ સામે મોટી જીત, સ્મૃતિ અને હરમનને જીતનો શ્રેય

IND vs WI, Women’s World Cup 2022: ભારતની 3 મેચમાં આ બીજી જીત છે, આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝ પણ આટલી જ મેચોમાં પ્રથમ હાર્યું હતું. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની સદીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 12 માર્ચઃ IND vs WI, Women’s World Cup 2022: ICC મહિલા વર્લ્ડ કપ 2022 (Women’s World Cup 2022) માં ભારતે વેસ્ટ ઈન્ડિઝના વિજય રથને રોક્યો છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 155 રનના વિશાળ અંતરથી હરાવ્યું. ભારતની 3 મેચમાં આ બીજી જીત છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝ પણ આટલી જ મેચોમાં પ્રથમ હાર્યું હતું. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની સદીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચેની 184 રનની ભાગીદારીને કારણે ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. પછી તેનો બચાવ કરતા વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલાઓએ 50 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા હતા. જવાબમાં 318 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનિંગ જોડી વચ્ચે સદીની ભાગીદારી બાદ ટીમ (પુરુષ અને મહિલા) દ્વારા બનાવેલ આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 161 રનમાં ઓલઆઉટ થવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે.

જો કે ભારતની જીતમાં આખી ટીમે મહેનત બતાવી હતી, પરંતુ સૌથી મોટી ભૂમિકા સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ભજવી હતી. મંધાનાએ 119 બોલમાં 123 રન બનાવ્યા હતા. જ્યારે હરમને 107 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. બંનેએ સાથે મળીને ટીમના સ્કોર બોર્ડમાં 184 રન ઉમેર્યા હતા. અને ટીમના સ્કોરને 317 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. વર્લ્ડ કપમાં ભારતનો આ પહેલો 300 પ્લસ સ્કોર હતો.

આ પણ વાંચોઃ PM modi road show 2nd day: PM મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, વાંચો આજના દિવસનો અત્યાર સુધીનો સંપૂર્ણ અહેવાલ

હવે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ કપમાં ભારતના સૌથી મોટા સ્કોરનો પીછો કરવાનું શરૂ કર્યું ત્યારે તેના ઓપનરે ધમાકેદાર શરૂઆત કરી. ડોટિન અને મેથ્યુઝે મળીને 101 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન ડોટિને અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ, આ પછી બાકીના 9 બેટ્સમેન માત્ર 61 રનમાં જ આઉટ થઈ ગયા હતા. અને, ભારતે આ મેચ 155 રને જીતી લીધી હતી.

ભારતીય બોલરોમાં સ્નેહ રાણા અને મેઘના સિંહે વેસ્ટ ઈન્ડિઝને 162 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ મળીને 5 વિકેટ લીધી હતી. સ્નેહને 3 જ્યારે મેઘનાને 2 વિકેટ મળી હતી. આ સિવાય ઝુલન, રાજેશ્વરી અને પૂજાને 1-1 વિકેટ મળી હતી.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.