Money Pension

Banking Benefits: આ બેંકમાં મળશે 35 લાખની લોન, આંગળીના ટેરવે થઈ જશે આ કામ

Banking Benefits: દેશના સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકનો અવારનવાર કોઇ ખાસ સુવિધા કે યોજનાઓ આપતી રહે છે. જેથી મહત્તમ લોકો સુધી બેંકિંગના લાભો (Banking Benefits) પહોંચી શકે.

બિઝનેસ ડેસ્ક, 03 જૂનઃ Banking Benefits : દેશના સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  પોતાના ગ્રાહકનો અવારનવાર કોઇ ખાસ સુવિધા કે યોજનાઓ આપતી રહે છે. જેથી મહત્તમ લોકો સુધી બેંકિંગના લાભો (Banking Benefits) પહોંચી શકે. ત્યારે હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ તેના YONO પ્લેટફોર્મ પર ગ્રાહકોને ડિજિટલી સશક્ત કરવાના ધ્યેય સાથે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

SBIએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર કરેલ ટ્વીટ પ્રમાણે “તમારા સપનાને હા કહો! અમારા લાયક પગારદાર ગ્રાહકો માટે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ ની શરૂઆત. હવે Yono એપ પર 35 લાખ સુધીની સરળ અને ત્વરિત લોન મળશે.”

ગ્રાહકો હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ YONO નો ઉપયોગ કરીને તેમના પોતાના ઘરેથી RTXCની સુવિધા મેળવી શકે છે. SBIના કેન્દ્ર/રાજ્ય સરકાર અને ડીફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ હેઠળ પર્સનલ લોન મેળવવા માટે બેંકની શાખાની મુલાકાત લેવાની કોઇ જરૂર રહેશે નહીં. ક્રેડિટ ચેક, લાયકાત, મંજૂરી અને ડોક્યેમેન્ટેશન હવે ડિજિટલી અને નિશ્ચિત સમયમાં પૂર્ણ થઇ શકશે.

આ પણ વાંચોઃ India Australia Test match: સિડની ટેસ્ટમાં રહાણેએ અમ્પાયરને કહ્યું- અમે ડ્રેસિંગ રૂમમાં બેસવા નહી, મેચ રમવા આવ્યા છીએ

શું છે આ સ્કીમના ફીચર્સ 

  • – સૌથી ઓછો વ્યાજદર
  • – થોડા જ ક્લિક્સમાં તાત્કાલિક લોન મળી જશે.
  • – રૂ. 35 લાખ સુધીની લોનની સુવિધા
  • – ડિજિટલ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન દ્વારા તાત્કાલિક ડોક્યુમેન્ટ સબમિશન

YONOમાં પ્રી-અપ્રૂવ્ડ લોન કેવી રીતે મેળવવી?

  • – તમારી વિગતો દ્વારા YONO એપમાં લોગીન કરો.
  • – હવે ‘Avail Now’ પર ક્લિક કરો.
  • – ત્યાર બાદ લોનની રકમ અને મુદ્દત પસંદ કરો.
  • – તમારા બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરો.
  • – રકમ તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Big announcement by Bharatsinh Solanki: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્રકાર પરિષદ, પત્નીનું નામ લીધા વગર જ કર્યા આક્ષેપ

Gujarati banner 01