India vs australia second T20 match

India vs australia second T20 match: ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી, કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર 46 રન ફટકાર્યા

India vs australia second T20 match: ભારતે 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 91 રનના ટાર્ગેટને 7.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 સપ્ટેમ્બરઃ India vs australia second T20 match: ક્રિકેટ એસોસિએશનમાં રમાયેલી સિરીઝની બીજી મેચમાં ભારતે 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 91 રનના ટાર્ગેટને 7.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીતનો હીરો કેપ્ટન રોહિત શર્મા રહ્યો હતો. તેણે 20 બોલમાં 46 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની આ તોફાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ એડમ ઝામ્પાએ 3 વિકેટ ઝડપી હતી. તો પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. રોહિત શર્માને તેની આ ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

અગાઉ ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 5 વિકેટે 90 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મેથ્યુ વેડે માત્ર 20 બોલમાં 43 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની સ્ટ્રાઈક રેટ 215ની રહી હતી. કેપ્ટન ફિંચે 15 બોલમાં 31 રન માર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક (વિકેટકિપર), હર્ષલ પટેલ, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચોઃ National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓને નોટિસ, અન્ય નેતાઓને પર નજરે ચડ્યા

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (વિકેટકિપર), ટિમ ડેવિડ, કેમરુન ગ્રીન, ડેનિયલ સેમ્સ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, સીન એબોટ, એડમ ઝામ્પા.

ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા હતા. જસપ્રીત બુમરાહ અને રિષભ પંતને પ્લેઇંગ-11માં લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ટૉસ પહેલા 6:30 વાગે થવાનો હતો. પરંતુ વેટ આઉટફિલ્ડના કારણે ટૉસ 9:15 વાગે થયો હતો. મેચમાં અંપાયર્સે કુલ ત્રણવાર આઉટફિલ્ડ ચેક કરી હતી. જેમાં પહેલા બે વખત તો તેઓ આઉટફિલ્ડને લઈને ખુશ નહોતા. પરંતુ ત્રીજીવારના ચેકિંગમાં તેઓ રમાડવા માટે તૈયાર હતા. વેટ આઉટફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થતા હવે 8-8 ઓવરની મેચ રમાશે. એટલે કે બોલર 2 ઓવર નાખી શક્શે.

આ પણ વાંચોઃ Launch of Metro: PM મોદી દ્વારા મેટ્રોનું લોકાર્પણ કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરિકો માટે મેટ્રો શરૂ થશે- જાણો રુટ વિશે

Gujarati banner 01