IPL 2024

IPL 2024: IPL 2024નો બીજો તબક્કો ભારતમાં નહીં રમાય, BCCIએ માત્ર 21 મેચનું શેડ્યુલ જાહેર કર્યું- વાંચો વિગત

IPL 2024: IPLની બાકીની મેચોના શેડ્યૂલ અંગે નિર્ણય લેવામાં આવશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 માર્ચઃ IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન શરૂ થઈ રહી છે. IPLનું સંપૂર્ણ શિડ્યુલ હજુ આવ્યું નથી. BCCIએ માત્ર 21 મેચોના કાર્યક્રમની જાહેરાત કરી છે. તેનું કારણ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી છે. હવે એવા સમાચાર છે કે BCCI IPLનો બીજો ભાગ ભારતની બહાર UAEમાં ખસેડી શકે છે.

image 24

એક અહેવાલમાં IPLની બાકીની મેચોના આયોજન અંગે માહિતી આપવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે BCCIના કેટલાક ટોચના અધિકારીઓ હાલમાં યુએઈમાં છે અને બાકીની IPL મેચો ભારતની બહાર ખસેડવી જોઈએ કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Above 85 years of age can Vote From Home: 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરેથી જ કરી શકશે મતદાન, જાણો કેવી રીતે?

ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ પછી હવે IPLની બાકીની મેચોના શેડ્યૂલ અંગે નિર્ણય લેવામાં આવશે. જોકે ચૂંટણીના કારણે BCCIને IPLના આયોજનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર ભારતીય બોર્ડ IPLના બીજા ફેઝને ભારતની બહાર યોજવાનું વિચારી રહ્યું છે.

અત્યાર સુધી BCCIએ 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બાકીની મેચોની હજુ રાહ જોવાઈ રહી છે. જો સેકન્ડ હાફ ભારતની બહાર રમાય તો મેચો વચ્ચે ગેપ થઈ શકે છે. એવી પણ શક્યતા છે કે IPL છેલ્લા તબક્કા માટે ભારતમાં પાછી આવી શકે છે એટલે કે પ્લેઓફ અને ફાઈનલ ભારતમાં જ યોજાશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો