BCCI

ODI World Cup 2023 Schedule: વર્લ્ડ કપ શેડ્યુલમાં ફેરફાર, ભારત-પાકિસ્તાન સહિત આ 6 મેચોના સમયમાં થશે બદલાવ

ODI World Cup 2023 Schedule: નવરાત્રીના તહેવારને કારણે ભારત-પાકિસ્તાન સહિત 6 મેચો બદલાશે.

ખેલ ડેસ્ક, 02 ઓગસ્ટઃ ODI World Cup 2023 Schedule: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તાજેતરમાં ભારત દ્વારા આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી છે. પરંતુ હવે આ શિડ્યુલમાં નવરાત્રીના તહેવારને કારણે ભારત-પાકિસ્તાન સહિત 6 મેચો બદલાશે.

જણાવી દઈએ કે ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ તે હવે 14 ઓક્ટોબરે કરવામાં આવશે.

પાકિસ્તાનની 2 મેચમાં ફેરફાર થશે

આ પહેલા સમાચાર આવ્યા હતા કે ભારત-પાકિસ્તાન મેચની માત્ર તારીખ બદલાશે. પરંતુ હવે સુત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ભારત-પાકિસ્તાન મેચ સહિત એક નહીં પરંતુ કુલ 6 મેચોના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવશે. જાણકારી અનુસાર નવરાત્રિના કારણે સૌથી મોટો ફેરફાર એ છે કે 15ને બદલે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ યોજાશે.

આ સાથે 12 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાનની બીજી મેચમાં ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં 12ને બદલે 10 ઓક્ટોબરે રમાશે. જ્યારે ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે 9 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાનાર મેચ હવે 12 ઓક્ટોબરે રમાઈ શકે છે.

હવે આ મેચ 15 ઓક્ટોબરે રમાશે

આ સિવાય દિલ્હીમાં 14 ઓક્ટોબરે બપોરે થનાર ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચ સવારે યોજાશે. આ સાથે, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 14 ઓક્ટોબરની સવારે થનારી મેચને 15 ઓક્ટોબરમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય 9 ઓક્ટોબરે પણ મેચ યોજાય તેવી શક્યતા છે.

ICC વર્લ્ડ કપનું નવું શેડ્યૂલ આજે આવશે…!

ભારત-પાકિસ્તાન સહિત 6 મેચોમાં ફેરફાર સાથે આજે (2 ઓગસ્ટ) વર્લ્ડ કપના નવા કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત દ્વારા આયોજિત થનારો ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. તેની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

આ પણ વાંચો… Gujarat Businessman invites Seema Haider: સીમા હૈદર અને સચિન ગુજરાતમાં રહેવા આવશે! ઉદ્યોગપતિએ નોકરી આપવાની કરી જાહેરાત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો