sumit nagal

olympic: સુમિત નાગલ ઓલિમ્પિકમાં ટેનિસની સિંગલ્સ મેચ જીતનારો ત્રીજો ભારતીય, હવે બીજા રાઉન્ડમાં રશિયાના મેડ્વેડેવ સામે ટક્કર

olympic: ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલે ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ રાઉન્ડની મેચ જીતવાની સાથે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 જુલાઇઃolympic: વર્લ્ડ રેન્કિંગમાં ૧૪૪મું સ્થાન ધરાવતા ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલે ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ રાઉન્ડની મેચ જીતવાની સાથે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે.

આ પણ વાંચોઃ Heavy rain alert:દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ, 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નાગલે ઉઝબેકિસ્તાનના ડેનિસ ઈસ્ટોમિનને ત્રણ સેટના સંઘર્ષમાં ૬-૪, ૬-૭ (૬-૮), ૬-૪થી હરાવીને આગેકૂચ કરી હતી. આ સાથે તે ઓલિમ્પિકના ઈતિહાસમાં ટેનિસ સિંગલ્સની પ્રથમ મેચ જીતનારો માત્ર ત્રીજો ભારતીય અને છેલ્લા ૨૫ વર્ષમાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.

આ પણ વાંચોઃ vajubhai: કર્ણાટકમાં સાત વર્ષ રાજ્યપાલ રહ્યા બાદ વતન રાજકોટ આવેલા વજુભાઈની ભાજપમાં સક્રિય થવાની જાહેરાત, કહ્યુ- રાજપૂતો માટે મંદિર બનાવાશે

હવે તેનો મુકાબલો વર્લ્ડ નંબર ટુ રશિયાના ડેનિયલ મેડ્વેડવ સામે થશે. તેણે ઈસ્ટોમિનને બે કલાક અને ૩૪ મિનિટના મુકાબલામાં હરાવ્યો હતો. આ અગાઉ ઝીશાન અલી ૧૯૮૮ના સેઉલ ઓલિમ્પિકમાં પારાગ્વેના વિક્ટો કાબાલેરો સામે પ્રથમ રાઉન્ડની મેચ જીત્યા હતા. જે પછી ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિકમાં ભારતને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ અપાવનારા લિએન્ડર પેસે પ્રથમ રાઉન્ડમાં બ્રાઝિલના ફેર્નાન્ડો મેલિગેનીને હરાવ્યો હતો. આ પછી વર્ષ ૨૦૧૨માં ભારતના સોમદેવ દેવવર્મન અને વિષ્ણુ વર્ધને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ, પણ તેઓ પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર ફેંકાયા હતા. 

Whatsapp Join Banner Guj