vajubhai

vajubhai: કર્ણાટકમાં સાત વર્ષ રાજ્યપાલ રહ્યા બાદ વતન રાજકોટ આવેલા વજુભાઈની ભાજપમાં સક્રિય થવાની જાહેરાત, કહ્યુ- રાજપૂતો માટે મંદિર બનાવાશે

vajubhai: કારડીયા,ભાટી,ગુર્જર સહિત સમસ્ત રાજપૂત સમાજની એકતા પર ભાર મુક્યો હતો અને આ માટે ભવાની માતાજીનું મંદિર વસ્તડીમાં 20 એકર જમીનમાં બનાવવા નિર્ણય પણ જાહેર કર્યો

રાજકોટ, 25 જુલાઇઃ vajubhai: કર્ણાટક રાજ્યપાલ તરીકે તા.1-9-2014થી ગત તા.6-7-2021 સુધી રહેલા 83 વર્ષના જનસંઘ વખતના પીઢ રાજકારણી વજુભાઈ વાળા હવે તેમના વતન રાજકોટમાં સૃથાયી થયા છે. આજે પત્રકારો સાથેની વાતચીતમાં  તેમણે તેઓ પહેલેથી ભાજપમાં છે, હતા અને રહેશે અને ગુજરાતની આવનારી ધારાસભાની ચૂંટણીમાં તેઓ પાર્ટી માટે તનતોડ મહેનત કરશે.

આ ઉપરાંત કારડીયા,ભાટી,ગુર્જર સહિત સમસ્ત રાજપૂત સમાજની એકતા પર ભાર મુક્યો હતો અને આ માટે ભવાની માતાજીનું મંદિર વસ્તડીમાં 20 એકર જમીનમાં બનાવવા નિર્ણય(vajubhai) પણ જાહેર કર્યો હતો. 

આ પણ વાંચોઃ Smart Face Mask: આ કંપની લાવી રહી છે સ્માર્ટ ફેસ માસ્ક, જેમાં છે માઈક અને સ્પીકર- વાંચો ખાસ ફીચર્સ વિશે…

રાજકોટના રહેવાસી એવા મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે પ્રચારકાર્ય સંભાળશો તે સવાલના ઉત્તરમાં તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે તેઓ વિજયભાઈ કે અન્ય કોઈ વ્યક્તિગત નહીં પણ પાર્ટી કહેશે તેમના માટે પૂરા દિલથી કામ કરશે. તેઓ હરીફ ઉમેદવાર કે પક્ષ પર કોઈ આક્ષેપો કરવાને બદલે માત્ર ભાજપની જ વાત કરવાનું વલણ રાખશે તેમ ઉમેર્યું હતું. 

ખોડલધામમાં પાટીદારના મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા વ્યક્ત  કરાઈ હતી તેમ રાજપૂત સમાજ માટે ઈચ્છા રાખો છે તે અંગે તેમણે(vajubhai) કહ્યું અમે સમસ્ત રાજપૂત સમાજ માટે ભવાની માતાજીનું મંદિર બનાવવાના છીએ, જમીન બીનખેતી પણ થઈ ગઈ છે પરંતુ, તેનો રાજકીય ઉપયોગ નહીં થાય. રાજપૂત સમાજના પ્રશ્નોના નિવારણ માટે પ્રયાસ થશે. સમાજના લોકોએ જેઓએ જે પક્ષમાં રહીને જેનું કામ કરવું હોય તે કરી શકે છે. 

આ પણ વાંચોઃ Banking fraud app: ઓનલાઇન બેન્કિંગમાં છેતરપિંડીના કેસ વધવાથી સર્તક રહવા સાઇબર સિક્યોરિટી આ 11 એપને ફ્રોડ ગણાવી, જુઓ લિસ્ટ!

ઈ કરીને..પ્રવચનની આગવી સ્ટાઈલ ધરાવતા વજુભાઈએ હળવો કટાક્ષ કરતા કહ્યું હતું કે નેતાઓના રૂપ નહીં, કામ જોઈને લોકો મત આપે, રૂપ જોઈને મત આપતા હોય તો ઐશ્વર્યા રાય જ ચૂંટાઈ આવે. 

રાજકોટમાં ઈ.સ.1980માં મેયર બાદ ઈ.સ.2002માં નરેન્દ્ર મોદી માટે પોતાની બેઠક ખાલી કરી આપનાર અને હાલ વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટ (પશ્ચિમ) માંથી તેઓ ધારાસભ્ય તરીકે વર્ષો સુધી ચૂંટાતા રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં ઈ.સ.1998થી 2012 સુધી નાણામંત્રી પદઅને બાદમાં ઈ.2014 સુધી ધારાસભાના અધ્યક્ષ  પદે રહેલા ઈ.સ.1938માં જન્મેલા વજુભાઈ હાલ 83 વર્ષના છે.પ્રદેશ ભાજપના પ્રમુખ પદે બે વાર રહી ચૂક્યા છે.  રાજકોટ ભાજપમાં હાલ કોઈ વરિષ્ઠ નેતા સક્રિય નથી ત્યારે તેઓ ભાજપમાં ફરી સક્રિય થઈ રહ્યાની વાતે રાજકીય વર્તુળોમાં ઉંડો રસ જગાવ્યો છે.  તેઓ હરીફ ઉમેદવાર કે પક્ષ પર કોઈ આક્ષેપો કરવાને બદલે માત્ર ભાજપની જ વાત કરવાનું વલણ રાખશે તેમ ઉમેર્યું હતું. 

આ પણ વાંચોઃ Sweety patel case: SOG ના PI ની પત્ની ગુમ થયા મુદ્દે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ખુબ જ ગુંચવાડાથી ભરેલા કેસનો આવ્યો ઉકેલ- વાંચો શું છે મામલો?

ખોડલધામમાં પાટીદારના મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા વ્યક્ત  કરાઈ હતી તેમ રાજપૂત સમાજ માટે ઈચ્છા રાખો છે તે અંગે તેમણે કહ્યું અમે સમસ્ત રાજપૂત સમાજ માટે ભવાની માતાજીનું મંદિર બનાવવાના છીએ, જમીન બીનખેતી પણ થઈ ગઈ છે પરંતુ, તેનો રાજકીય ઉપયોગ નહીં થાય. રાજપૂત સમાજના પ્રશ્નોના નિવારણ માટે પ્રયાસ થશે. સમાજના લોકોએ જેઓએ જે પક્ષમાં રહીને જેનું કામ કરવું હોય તે કરી શકે છે. 

ઈ કરીને..પ્રવચનની આગવી સ્ટાઈલ ધરાવતા વજુભાઈએ હળવો કટાક્ષ કરતા કહ્યું હતું કે નેતાઓના રૂપ નહીં, કામ જોઈને લોકો મત આપે, રૂપ જોઈને મત આપતા હોય તો ઐશ્વર્યા રાય જ ચૂંટાઈ આવે. 

રાજકોટમાં ઈ.સ.1980માં મેયર બાદ ઈ.સ.2002માં નરેન્દ્ર મોદી માટે પોતાની બેઠક ખાલી કરી આપનાર અને હાલ વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટ (પશ્ચિમ) માંથી તેઓ ધારાસભ્ય તરીકે વર્ષો સુધી ચૂંટાતા રહ્યા છે.

આ પણ વાંચોઃ Heavy rain alert:દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ, 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાત વિધાનસભામાં ઈ.સ.1998થી 2012 સુધી નાણામંત્રી પદઅને બાદમાં ઈ.2014 સુધી ધારાસભાના અધ્યક્ષ  પદે રહેલા ઈ.સ.1938માં જન્મેલા વજુભાઈ હાલ 83 વર્ષના છે.પ્રદેશ ભાજપના પ્રમુખ પદે બે વાર રહી ચૂક્યા છે.  રાજકોટ ભાજપમાં હાલ કોઈ વરિષ્ઠ નેતા સક્રિય નથી ત્યારે તેઓ ભાજપમાં ફરી સક્રિય થઈ રહ્યાની વાતે રાજકીય વર્તુળોમાં ઉંડો રસ જગાવ્યો છે.

Whatsapp Join Banner Guj