Rain pic

Heavy rain alert:દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ, 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ, 25 જુલાઇઃ Heavy rain alert: બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રવિવારે નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ Sweety patel case: SOG ના PI ની પત્ની ગુમ થયા મુદ્દે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ખુબ જ ગુંચવાડાથી ભરેલા કેસનો આવ્યો ઉકેલ- વાંચો શું છે મામલો?

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના લગભગ તમામ તાલુકામાં વરસાદ(Heavy rain alert) થયો હતો. સૌથી વધુ વરસાદ ગોંડલમાં નોંધાયો હતો. અમદાવાદમાં મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ થયો હતો. રવિવારે પણ અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર વગેરે જિલ્લામાં પણ વરસાદ પડવાની
શક્યતા છે.

આ પણ વાંચોઃ Banking fraud app: ઓનલાઇન બેન્કિંગમાં છેતરપિંડીના કેસ વધવાથી સર્તક રહવા સાઇબર સિક્યોરિટી આ 11 એપને ફ્રોડ ગણાવી, જુઓ લિસ્ટ!

ગુજરાતમાં શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ(Heavy rain alert) પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. જોકે રાજ્યમાં હજી પણ 8થી 10 ટકા જેટલી ઘટ છે અને કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો તેવી જ રીતે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, રાધનપુરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.

આ પણ વાંચોઃ Smart Face Mask: આ કંપની લાવી રહી છે સ્માર્ટ ફેસ માસ્ક, જેમાં છે માઈક અને સ્પીકર- વાંચો ખાસ ફીચર્સ વિશે…

ક્યાં કેટલો વરસાદ?

ગોંડલ5 ઇંચ
રાજકોટ4 ઇંચ
માળિયા2.5 ઇંચ
મોરબી2.5 ઇંચ
જેતપુર2 ઇંચ
કોટડા સાંઘાણી2 ઇંચ
લોધિકા2 ઇંચ
અમરેલી1.5 ઇંચ
પાલનપુર1.25 ઇંચ
વડોદરા1 ઇંચ
વળિયા1 ઇંચ
Whatsapp Join Banner Guj